Mysamachar.in-જામનગર:
જામનગર એલસીબી ટીમને ખુબ મોટી સફળતા મળી છે, જામનગર એલસીબીને હાથ બે એવા શખ્સો લાગ્યા છે જે જુદી જુદી બેન્કોના એટીએમ સેન્ટરોમાંથી નાણા ઉપાડી અને બેંકો સાથે અલગ તરકીબ અજમાવી અને ઠગાઈ કરતા હતા, જામનગરમાં પણ તેવો જોગર્સપાર્ક નજીક આવેલ એટીએમ સેન્ટરને નિશાન બનાવવા માટે આવ્યા હતા પરંતુ જામનગર એલસીબી સ્ટાફને સમયસર મળેલ બાતમી કામ કરી ગઈ અને બન્ને શખ્સોને થોકબંધ એટીએમ કાર્ડ સાથે ઝડપી આગવી પૂછપરછ કરતા સમગ્ર ગુન્હાનો પર્દાફાશ થઇ ગયો છે,
જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચમાં એ.એસ.આઈ.તરીકે ફરજ બજાવતા સંજયસિંહ ગોગાવતસિંહ વાળા એલ,સી, બી. સ્ટાફના દિલીપભાઇ નાગરભાઇ તલાવડીયા,હિતેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા, ફીરોજભાઇ ગુલમામદભાઇ ખફી, યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા વિગેરે સ્ટાફના માણસો ખાનગી વાહનોમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ફરતા ફરતા સેન્ટ આન્સ સ્કુલની સામેના ભાગે આવતા સયુંકત રીતે ખાનગીરાહે મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે બે શંકાસ્પદ ઇસમો અલગ અલગ બેંકોના ઘણા બધા એટીએમ કાર્ડ લઇ જામનગરના અલગ બેંકોના એ.ટી.એમ સેન્ટરોમાં જઇ પોતાની પાસે રહેલ એટીએમ કાર્ડ વડે એટીએમ મશીનમાંથી પૈસા કાઢવાની પેરવી કરી રહેલ હોય અને હાલ જેઓ પાર્ક કોલોની વિસ્તારમાં આવેલ બેંક પાસે આટાફેરા કરી રહેલ હોવા અંગેની માહીની આધારે બન્ને ઇસમો વારીસખાન રતીખાન કાલુખાન મેવપઠાણ અને અંસાર ખાન કર્યુમખાન જહોરશાખાન મીયા રહે,પીપરોલીગામ, પાણ પુન્હાના અલગ અલગ બેંકોના કુલ 30 એટીએમ કાર્ડ સહિત મોબાઇલ ફોન-2, બેંકે જેમાં સ્લીપ-1, ટ્રાવેલ્સ ટીકીટ -1 તથા રોકડ 1800 મળી કુલ રૃ. 10,800-ની મતાનો મુદામાલ સહિત ઝડપી પાડી બન્ને વિરુદ્ધ સીઆરપીસી 41(1)ડી, 10102 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઝડપાયેલા બન્ને આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેઓ બન્ને જણા ગત 9 તારીખના રોજ સવારના આશરે અગિયારેક વાગ્યાના સુમારે પોતાના સગા સબંધી મિત્રોના અલગ અલગ બેંકોના મળી કુલ ૩૦ એટીએમ કાર્ડ સાથે લઇ પોતાના વતન પીપરોલી ગામથી નીકળી જયપુર થઇ રાજસ્થાન ભીલવાડા ખાતે આવેલ અને અલગ અલગ એટીએમ સેન્ટરો પરથી પોતે પૈસા ઉપાડેલ હોવાનું જણાવેલ અને જ્યારે બાકીના નામો પૈકી અમુક નાણા હોટલ રૂમ ભાડા તથા જમવાના તેમજ ટ્રાવેલીંગમાં ખર્ચ થયેલ હતો,, મજકુર ઇસમો જયારે એટીએમ સેન્ટરમાં જઇ પોતાની પાસે રહેલ એટીએમ કાર્ડ વડે પૈસા કાઢે તે વખતે તેઓ જયારે એટીએમ મશીનમાંથી પૈસા બહાર આવે તે વખતે જે તેઓ મશીનમાંથી બહાર આવતી ચલણી નાણાની નોટો પકડી રાખી એટીએમ મશીનને બંધ કરી દેતા અને પૈસા હાથથી ખેંચી બહાર કાઢી લેતા, જેનાથી પૈસા એટીએમ માંથી નીકળેલ હોવાની નોંધ બેંકમાં થતી ન હતી ત્યાર બાદ તેઓ એટીએમમાં પૈસા અટવાઈ ગયા અંગેની ફરીયાદ સબંધિત બેંકોમાં કરી દેતા અને તે ફરીયાદ આધારે સબંધિત બેંક તેઓને એટીએમમાં થયેલ કાર્યવાહી મુજબના નાણા પરતે તેમના એકાઉન્ટમાં જમા કરાવી દે છે.આમ તેઓ આ રીતેની મોડસ ઓપરેન્ડી અપનાવી બેંકો સાથે ઠગાઇ છેતરપિંડી આચરતા હોવાની જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચ સમક્ષ કબુલ કરેલ છે,
બને ઇસમો પાસેથી મળી આવેલ તમામ એટીએમ કાર્ડ બંને ઘનિષ્ટ પૂછપરછ કરતા જે પોતાના સગા સંબંધી તથા મિત્રોના એટીએમ કાર્ડ હોવાનું જણાવેલ છે. આ રીતે તેઓ બેંકો સાથે છેતરપીંડી કરી નાણા મેળવતા હતા, જેમ એટીએમમાંથી નાણા કાઢવા સહિત એટીએમ બંધ કરવા અંગેની કાર્યવાહી ઇસમો પૈકી વારીસ રતી ખાન કરતા, જયારે સાથે રહેલ અંસારખાને ક્યુમખાન તે વખતે એટીએમ રૂમના દરવાજે હાજર રહી બહારથી કોઇ વ્યકિત આવી ન જાય તે સારૂ વોચ રાખતો હતો,
આ જ રીતે તેઓ બન્ને જણા જામનગર ખાતે આવેલ બેંકોના એટીએમમાં થી નાણા કાઢવા જામનગર ખાતે આવેલ અને જામનગર જોગર્સપાર્ક વિસ્તારમાં આવેલ બેંકોના એટીએમમાં રેકી કરી બેંકો સાથે કંગાઇ કરવાનો પ્રયત્ન કરો તેને જામનગર એલસીબીએ સચોટ ઈનપુટ પરથી ઝડપી લેતા મોટો પર્દાફાશ થયો છે.આમ બન્ને ઇસમો ભીલવાડા રાજસ્થાનતથા અમદાવાદ ખાતે આવેલ બેંકોના એટીએમમાંથી પૈસા કાઢી બેંક સાથે છેતરપિંડી ઠગાઇ કરી પૈસા મેળવી બાદ જામનગર ખાતેની બેંકોના એટીએમમાંથી ઠગાઈથી નાણા પડાવવાનો પ્રયત્ન કોશિષ કરી એકબીજાની મદદગારી કરતા જાહેરમાંથી ઝડપાઈ જતા જામનગર એલસીબીને મોટી સફળતા મળી છે.