Mysamachar.in-પાટણ
કોઇપણ બિલ્ડીંગ બની જાય પછી તેના વપરાશ માટે બી.યુ એટલે કે બિલ્ડીંગ યુસ પરમીશન જે તે નગરપાલિકા અથવા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી હોય છે, પણ આ પરમીશન સમયે કટકી પણ મોટી થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, એવામાં ગઈકાલે એન્ટી કરપ્શન બ્યુરોએ પાટણની રાધનપુર નગરપાલિકાના બે બાબુઓને 2 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
આ કેસમાં ફરીયાદીનું પોતાની માલિકીનું બીલ્ડીંગ કોમ્પલેક્ષ આવેલ છે જેના બાંઘકામ પૂરા થયા બાદનુ બી.યુ. પરમીશનનું પ્રમાણપત્ર મેળવવાની અરજી કરેલ હતી જે બી.યુ. પરમીશનનું પ્રમાણપત્ર આપવા માટે સરસીજસીંગ માલસીંગ જાદવ,પ્લાનીંગ આસીસ્ટંટ રાઘનપુર નગરપાલિકા વર્ગ-3 રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરેલ અને તે લાંચનાં નાણાં સંજય નટવરલાલ પ્રજાપતી નગરપાલીકા ઓથોરાઈઝ્ડ એન્જીનીયર , નગરપાલીકા રાઘનપુર કરાર આઘારીતને આપવાનું કહેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરતા તેઓની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન રૂપિયા લાખની લાંચ લેતા ઝડપાઈ ચુક્યા હતા.






