Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
અકસ્માતોની દિનપ્રતિદિન વધતી સંખ્યા ચિંતાજનક છે, સરકારે હાઈવે પર બેફામ દોડતા વાહનોને કાબુ કરવા પડશે નહિતર મહામુલી જિંદગીઓ મોતને ભેટતી રહેશે, એવામાં આજે વધુ એક અકસ્માત દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા દ્વારકા હાઈવે પર સામે આવી છે, ખંભાળિયા દ્વારકા રોડ પર હંજડાપર ગામ નજીક બે મોટરકાર ધડાકાભેર અથડાઈ અને બન્ને કારમાં સવાર કુલ 10 લોકોને નાની મોટી ઇજાઓ પહોચતા તેવાઓને તાકીદે 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ક્રેટા કાર તથા વેગેનાર કાર વચ્ચે અકસ્માતમાં એક કારમાં રાજસ્થાનથી પરિવાર દ્વારકાથી દર્શન કરી પરત આવતા હતા જ્યારે બીજી કારમાં જીલ્લાના સ્થાનીક રહીશો હોવાનું પ્રાથમીક વિગતોમાં જાણવા મળ્યું છે.