mysamachar.in-ગાંધીનગર
જામનગર મહાનગરપાલિકા ના કમિશ્નર આર.બી.બારડ સહીત રાજ્યના ૧૯ આઈએએસ અધિકારીઓની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે,બદલી કરાયેલ અધિકારીઓમા આર.બી.બારડ ને જામનગર કમિશ્નર થી બદલી કરીને મહીસાગર જીલ્લા કલેકટર તરીકે મુકાયા છે ,તેવોને સ્થાને ગાંધીનગર થી એસ.એ.પટેલ ને મુકવામાં આવ્યા છે,
બારડ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ ડીડીઓ ગાંધીનગર તરીકે મુકવામાં આવ્યા છે.તેવોને સ્થાને મનીષકુમાર કે જેઓ હાલ સુરેન્દ્રનગર જીલ્લા વિકાસ અધિકારી છે તેને મુકવામાં આવ્યા છે.દ્વારકા જીલ્લા ના કલેકટર જે.આર.ડોડીયાની બદલી જોઇન્ટ સેક્રેટરી ટ્રાઈબલ ડેવલોપમેન્ટ તરીકે કરવામાં આવી છે.અને તેવોને સ્થાને દ્વારકા કલેકટર તરીકે ડો.નરેન્દ્રકુમાર મીનાને મુકવામાં આવ્યા છે.