Mysamachar.in-જામનગર:
જામનગરમાં આવેલ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ – હાપા અને પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા શ્રી જલારામ મંદિર-હાપાના સહયોગથી જામનગર શહેરમાં લોકોના ઘરે જયારે દુઃખદ પ્રસંગ હોય ત્યારે જલારામ સદાવ્રત દ્વારા જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર વિના મુલ્યે ભોજન સેવા આપવામાં આવે છે.
9 નવેમ્બર, 2013 થી શરૂ કરવામાં આવેલ આ સેવાને 11 વર્ષ પૂર્ણ થઈ ચુકયા છે ત્યારે આ સેવાનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી ટ્રસ્ટ દ્વારા લોકોને વિનંતી કરવામાં આવે છે. ટ્રસ્ટી રમેશ દતાણીએ જણાવેલ છે કે, 11 વર્ષ દરમ્યાન જામનગર શહેરમાં 11લાખથી વધુ લોકોને ભોજન સેવા જલારામ સદાવ્રત દ્વારા પુરી પાડવામાં આવેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર દ્વારા જલારામ મંદિર હાપા ખાતે અન્નક્ષેત્ર તેમજ વડીલો માટે ટીફીન વ્યવસ્થા પણ અવિરત પુરી પાડવામાં આવે છે.આ ઉપરાત કોરોના, અતિવૃષ્ટી અથવા કુદરતી આફતોના સમયે પણ જલારામ સેવા ટ્રસ્ટ પોતાની ભોજન સેવાઓ પુરી પાડતી રહયુ છે. જલારામ સેવા ટ્રસ્ટને તેમની અવિરત સેવાઓ માટે રાજય સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ છે વિશ્વ વિક્રમી 7 ફુટ x 7 ફુટનો રોટલો પણ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ છે.
