Mysamachar.in-બનાસકાંઠા:
જમીન માપણીનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચાસ્પદ છે, કેટલાય ખેડૂતોના પરિવારોમાં ઝઘડાનું કારણ જમીન માપણી પણ છે, એવામાં જમીન માપણીની કચેરીઓમાં લાંચનો વ્યવહાર પણ સામાન્ય બની ગયો છે, અને અહી રૂપિયા ધર્યા વિના કામો નથી થતા તે વાસ્તવિકતા વચ્ચે કેટલીય વખતે આ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ લાંચની રકમ લેતા એસીબીની ઝપટે ચઢી જાય છે એવામાં વધુ એક કેસ બનાસકાંઠાના પાલનપુરમાં સામે આવ્યો છે, જ્યાં જમીન માપણી કચેરીના બે કર્મચારીઓ એસીબીની ઝપટે ચઢી જતા સમગ્ર રાજ્યની જમીન માપણી કચેરીમાં આ વિષય ચર્ચાની એરણે ચઢ્યો છે, આ અંગે જે વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે….
ફરિયાદીએ ખેતીની જમીન અને પ્રમોલગેશન થતાં ક્ષેત્રફળમાં ફેરફાર થયેલ જે સુધારો કરવા ડી.આઈ.એલ.આર. (જીલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ) કચેરીમાં અરજી આપી હતી. જેમાં બંને અધિકારીઓએ જમીન માપણી કરી ફરિયાદી પાસે 1 લાખની સર્વેયર ભાવેશકુમાર દલપતભાઈ પાતાણી, તેમજ રામાભાઇ લક્ષ્મણભાઈ ચૌધરી એ લાંચ માંગી હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય બનાસકાંઠા જિલ્લા ACBનો સંપર્ક કર્યો હતો અને ACB દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જે આધારે બંને અધિકારીઓએ વિવાંશ સર્વેયર ઓફિસ ધોળેશ્વર મહાદેવ મંદિર સામે ચંડીસર ખાતે ફરિયાદી પાસે લાંચના પૈસાનો સ્વીકાર કરતા જ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.