my smachar.in-જમનગર:
જામનગર જીલ્લા યુવા ભાજપ મોરચાના મહામંત્રી અને વકીલ જયેશ વાઘાણી કાલાવડના મામલતદાર ઉપર કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આજે બપોરે કાલાવડ મામલતદાર કચેરી પાસે ઉપવાસ આંદોલન ઉપર બેસી જતાં તંત્રમાં ભાગદોડ મચી જવા પામી છે,
કાલાવડ મામલતદાર કચેરીમાં નં.૭૨૧૩ ની નોંધ હક્ક કમીની અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી જેના વકીલ જયેશ વાઘાણી હોય,૧૩૫(ડી)ની નોટીસ મામલતદારની સુચનાથી પોસ્ટ મોકલેલ નથી અને આ નોટીસ અંગે અરજદાર રૂબરૂ અનેક ધક્કા ખાવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો અને ઈરાદાપૂર્વક નોંધ નામંજૂર કરવામાં આવે છે આથી અરજદારો અપીલ માટે કચેરીમાં વર્ષોથી ધક્કા ખાવા પડે છે આવું કાલાવડ મામલતદાર કચેરી માં ચાલતું હોય અને મામલતદાર સામે ભ્રષ્ટાચારના ગંભીર કથિત આક્ષેપો લેખીતમાં કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે,
કાલાવડ મામલતદાર સાથે પ્રભારી મંત્રી,પૂર્વ કેબીનેટ મંત્રી,રાઘવજી પટેલ વગેરે સમક્ષ પણ વ્યાપક ફરિયાદો કરેલ હોવા છતાં કોઈ કાર્યવાહી થયેલ નથી ત્યારે કાલાવડના મામલતદાર વિરુદ્ધ થતાં આક્ષેપો તપાસ કલેક્ટર દરજ્જાના અધિકારી દ્વારા કરવામાં આવે અને સત્ય હકીકત સામે આવે નહીં ત્યાં સુધી અન્નનો ત્યાગ કરી મામલતદાર કચેરીમાં જ ઉપવાસ ઉપર આજ બપોરથી જ જયેશ વાઘાણી બેસી ગયા છે અને કાલાવડના મામલતદાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે લેખીતમાં જામનગર કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે ,
આમ કાલાવડ મામલતદાર કચેરીમાં જીલ્લા યુવા ભાજપના મહામંત્રી અને વકીલ જયેશ વાઘાણી વીજળીક ઉપવાસ આંદોલન ઉપર બેસી જતાં ભાગદોડ મચી જવા પામી હતી અને ભાજપના આગેવાનો દ્વારા વકીલ જયેશ વાઘાણીને સમજાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
કાલાવડ મામલતદાર શું કહે છે!
કાલાવાડના મામલતદાર કે.ટી.પંડ્યાને આ મામલે પુછવામાં આવ્યું ત્યારે જણાવ્યુ હતુકે,વકીલ જયેશ વાઘાણીના અરજદારની નોંધ નામંજૂર કરાય છે,અપીલમાં જઈ શકે છે અને તેમના પર થયેલ અન્ય આક્ષેપો તેમણે નકાર્યા હતા.