Mysamachar.in-જામનગર:
ક્યારેક કોઈ ગુન્હાઓ એવા બનતા હોય છે કે તેનો ભેદ ઉકેલવો પોલીસ માટે પણ પડકાર બની જતો હોય છે ત્યારે આવો જ એક ખુબ સંવેદનશીલ કહી શકાય તેવો ગુન્હો જામનગરમાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે 21 ઓગસ્નાટના રોજ એક ફરિયાદ થતા સામે આવ્યો હતો જે કિસ્સામાં એક સગીરા કે જે મુક-બધીર હોય તેની શારીરીક અસક્ષમતાનો લાભ લઈ કોઇ અજાણ્યા વ્યક્તિએ ભોગબનનાર સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારી ચાર માસનો ગર્ભ રાખી દીધા અંગે સગીરાના માતા દ્વારા ફરિયાદ આપતા આ અંગેનો ગુન્હો દાખલ થયલે હતો જો કે આ ચેલેન્જ જેવા ગુન્હાને ઉકેલવા પોલીસ મથતી હતી અને અંતે આ કેસમાં મુક મધીર સાઈન એક્સપર્ટની મદદથી પોલીસ આ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળ રહી છે.
આ ગુન્હો ગંભીર અને સંવેદનશીલ હોય જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા એસ.આઇ.ટી. (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ) ની રચના કરવામાં આવેલ જેમાં મુખ્ય માર્ગદર્શક અધિકારી તરીકે ગ્રામ્ય DYSP આર.બી.દેવધા સહાયક માર્ગદર્શક અધિકારી તરીકે પ્રોબેશનલ DYSP નયના ગોરડીયા તથા મુખ્ય તપાસ અધિકારી તરીકે પી.ટી.જયસ્વાલ, પોલીસ ઇન્સ. મેઘપર (પડાણા) તેમજ સહાયક તપાસ અધિકારી તરીકે વી.એમ.લગારીયા એલ.સી.બી. શાખા જામનગરની નિમણુંક કરવામાં આવેલ.
આ ગુન્હાની તપાસ અનડીટેક્ટ હોય આરોપી અંગે કોઇ માહીતી ન હોય અને ભોગબનનાર સગીરા જન્મથી મુક-બધીર હોય તેમજ કોઇ અભ્યાસ કે તાલીમ મેળવેલ ન હોય જેથી ગુન્હો ચેલેંજીંગ હોય મેઘપર પોલીસ સ્ટાફ સાથેઆ ગુન્હાની જીણવટ ભરી અને તલપર્શી તેમજ વૈજ્ઞાનીક ઢબે તપાસ કરી મુક બધીર શાળાના સાઇન લેંગવેઝના એક્ષપર્ટ શીક્ષીકા મીનાક્ષીબેન જાનીની મદદ મેળવી સગીરાની અવાર-નવાર પુછ-પરછ કરી ઇશારો મારફતે તેમજ શકદારો તપાસી ફોટાઓ બતાવી આરોપી અંગે માહીતી મેળવી તેમજ અમુક જગ્યાઓ તપાસી તેમજ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ શકદારોની ઓળખ કરાવતા સગીરા દ્વારા આ કામેના આરોપી શક્તિસિંહ ગુમાનસિંહ જાડેજા રહે. મોટી ખાવડી ગામ, તા.જી.જામનગર વાળાને ઓળખી બતાવતા તેમજ તપાસ દરમ્યાન મળી આવેલ હકિકતો તથા પુરાવા આધારે આરોપી શક્તિસિંહ ગુમાનસિંહ જાડેજાની ધરપકડ કરી ગુન્હો ડીટેક્ટ કરેલ છે અને આરોપી વિરૂધ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ સમગ્ર કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.લગારીયા તથા સ્ટાફના આસી. સબ ઇન્સ. ભરતભાઈ પટેલ, ક્રિપાલસિંહ જાડેજા, ધાનાભાઈ મોરી,ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર બી.એન.ચૌધરી સ્ટાફના પ્રિયંકાબેન ગોધીયા, મેઘપર (પડાણા) પોલીસ ઇન્સ્પેકટર પી.ટી.જયસ્વાલ, આસી. સબ ઇન્સ. જીજ્ઞેશકુમાર વાળા તથા બ્રિજરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, લાખનસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. યુવરાજસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહેશભાઈ ડાંગર, કુલદિપસિંહ પરમાર, ઇન્દ્રજીતસિંહ જાડેજા વિગેરે નાઓએ કરેલ છે.(symbolic image)