mysamachar.in-જામનગર:
શહેરના શાકમાર્કેટ નજીક આવેલ ભોયવાડા વિસ્તાર માં ભોય સમાજ તેમજ અંદરના ભાગે કોળી સમાજના લોકો પણ વસવાટ કરે છે..થોડાસમય પૂર્વે હોળી ના તહેવાર સમયે બને સમાજના જૂથો આમનેસામને આવી ગયા હતા..અને તત્કાલીન કોર્પોરેટર અને હાલ મનપાના મેયર હસમુખ જેઠવા સહિતનાઓ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ અને બને જૂથની સામસામી ફરિયાદો નોંધાઈ હતી…લાંબા સમયથી ચાલી આવતો આ ખટરાગ દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે…વધુ એક વખત ગતરાત્રીના આ વિસ્તારમાં જાણે અશાંતિ નું મોજું ફરી વળ્યું હોય તેમ જે રીતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે મુજબ અગાઉની અદાવતનો ખાર રાખી અને કોળી જૂથના ૪૦ જેટલા માણસોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરી આડેધડ કાચની બોટલો ફોડી અને ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું..અને ગઈકાલે થયેલ આ બબાલમાં એક મહિલાને આંખને ભાગે ઇજાઓ થતા તેમના પતિની ફરિયાદ ને આધારે સીટી એ ડિવીજન પોલીસ્ મથકમાં ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..
ઉપરના વિડીયોમાં જોવા મળતા દ્રશ્યો જામનગરના શાકમાર્કેટ નજીક આવેલ ભોયવાડા વિસ્તારના ગતરાત્રીના છે..જો કે મહત્વની બાબત એ પણ છે કે આ જ વિસ્તારમાંના ભાજપના કોર્પોરેટર અને મેયર હસમુખ જેઠવા પણ અહી જ વસવાટ કરે છે.. અને તેવો ભોય સમાજમાં થી આવે છે..જયારે સામે નું જૂથ કોળીસમાજનું છે…ત્યારે શહેરના પ્રથમ નાગરિક ના વિસ્તારમાં જ અવારનવાર આ રીતે અશાંતિભર્યું વાતાવરણ ભારે ચિંતાનો વિષય છે..
વિડીયો ક્લીક કરતાં જ આપને થયેલ બબાલનો મોબાઈલ વિડીયો અને એએસપી આ મામલાને લઇ ને શું કહે છે તે જોવા મળશે…