Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના મોટાઇટાળા ગામના એક પાટીદાર ખેડૂતે પોતાની જ વાડીએ ગળાફાંસો ખાઈ લઇ જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો હતો,જે બનાવામાં પ્રથમ તેમના પરિવારજનો દ્વારા મૃતક ખેડૂત રમેશ મુંગરા એ પોતાની વાડીમાં વાવેલ કપાસ નો પાક નિષ્ફળ જવાથી અને દેવું વધી જતા આપઘાત કર્યાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું,
જે બાદ આજે ધ્રોલના ખેડૂતના મોત મામલે નવો વળાંકઆવ્યો છે,અને આ મામલે મૃતકના ભાઈ કરશનભાઈ એ ધ્રોલ પોલીસ મથકમાં ૩ વ્યાજખોરો સામે તેમના ભાઈ ને આપઘાતની દુષ્પ્રેરણા આપ્યાની ફરિયાદ નોંધાવી છે,
કરશનભાઈ એ નોંધાવેલ ફરિયાદમા સામે આવી રહ્યું છે કે હેમતભાઈ રાજકોટ,મેહુલભાઈ રાજપર અને કારૂભા રાજપર પાસેથી મૃતક રમેશભાઈ એ વ્યાજે લીધેલા નાણા માટે આ ત્રણેય શખ્સો તેમને દબાણ કરતાં હોવાથી તેમણે આ પગલું ભર્યાનું નોંધાવતા આ મામાલની આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જામનગર ને સોંપવમાં આવી છે.