mysamachar.in-જામનગર
પૂનમ માડમ…આ નામ આવે એટલે ના માત્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લો પણ જીલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યના લોકો આ નામ થી સુપેરે પરિચિત છે,પહેલા ખંભાળિયા ના ધારાસભ્ય અને બાદમાં જામનગર જીલ્લાના સાંસદ બન્યા બાદ રોજબરોજ ના લોક્સંપર્કો અને તેમાંય લોકોની રજુઆતો નો તુરંત જ નિકાલ પૂનમબેન માટે રાજકીય જીવનમાં ખુબ મોટું જમાપાસું સાબિત થયું છે,અને તે કારણે પૂનમબેને ખુબ મોટી લોકચાહના ધરાવે છે,
એવામા ગત નવ ડિસેમ્બરના રોજ માડમ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિનું ત્યારે નિર્માણ થયું જયારે પૂનમબેન માડમની લાડકવાઈ દીકરી શિવાની નું અવસાન થયું..આ વાત વાયુવેગે સમગ્ર જિલ્લામાં ફરી વળી,ત્યારે કેટલાક લોકોને તો વિશ્વાસ પણ નહોતો થતો કે ખરેખર આવું થયું હશે,..?પણ છેલ્લે સાંસદ કાર્યાલય દ્વારા આ બાબતને પુષ્ટિ આપી દેવામાં આવતા કેટલાય લોકોની આંખો ભીની થઇ ગઈ..તો એક માં ની સ્થિતિ કેવી હશે તે સમજી શકાય તેવી બાબત છે,
પૂનમબેનના પુત્રી શિવાનીબેનની અંતિમક્રિયા દિલ્હી ખાતે થયા બાદ ગઈકાલે જામનગર ના ઓશવાળ સેન્ટર ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું,તેમાં તો જાણે સમગ્ર ઓશવાળ સેન્ટર ટૂંકું પડ્યંે હોય તેમ લાગ્યું.રાજ્ય સહીત જીલ્લાના રાજકીય અગ્રણીઓ,મંત્રીઓ,સાંસદો અધિકારીઓ,પત્રકારો,તબીબો,વકીલો,બિલ્ડરો અને જામનગર દેવભૂમિ દ્વારકા ઉપરાંત સમગ્ર રાજ્યમાં થી ઠેર ઠેર થી તેમના દુઃખમાં ભાગીદાર થવા લોકોનો તો સૈલાબ જાણે ઓશવાળ સેન્ટર મા ઉમટી પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા..
પણ માં ની મમતા ક્યારેય પોતાના સંતાનો માટે ઓછી હોય જ ના શકે,ઓશવાળ સેન્ટર ખાતે દીકરી ની પ્રાર્થનાસભામાં આવી રહેલા લોકોને હાથ જોડી ઉભા રહેલા પૂનમબેનની આ તસ્વીર એક માં ની મમતા માટે ઘણું બધું કહેવા માટે પુરતી હોય તેમ લાગી રહ્યું છે.
ઓમ શાંતિ..શાંતિ…