mysamachar.in-જામનગર:
શહેરમાં રખડતા ઢોર નો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે..શહેરના મોટાભાગના રસ્તાઓ પર ઢોર નો અડીંગો જામેલો જોવા મળે છે..પણ જો કોઈ નેતાજી આવવાના હોય તો રાતોરાત ક્યાંક થી માણસોની ફૌજ ઉતરી પડે અને નેતાજી જે વિસ્તારમાં થી પસાર થવાના હોય ત્યાં ઢોર રસ્તા પર ના જોવા મળે તેની તકેદારી રાખવામાં આવે છે..પણ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તે રજળતા ઢોરને લઈને નક્કર કર્યવાહી નો અભાવ હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે…
જામનગર ના ઇન્દીરામાર્ગ પર ભીમવાસમા રહેતા સમજીબેન જગદીશભાઈ પંચાસરા નામના ૪૬ વર્ષીય મહિલા પોતાના ઘર નજીક ઓટા પર બેઠા હતા ત્યારે તે બે ખુંટીયા ત્યાં ઝગડતા હતા..અને તેમાં થી એક ખુંટીયા એ મહિલાને છાતીના અને પડખાના ભાગે ઢીંક મારતા બે દિવસની સારવાર બાદ મહિલાનું મોત નીપજતા પરિવારમાં શોક જોવા મળી રહ્યો છે
આમ વધુ એક વખત જામનગર શહેરમા ઢોરના ત્રાસ એ એક નિર્દોષ મહિલાનો જીવ લીધો છે..ત્યારે તંત્ર આ મામલે તાકીદે પગલા ભરી અને શહેરમાં રસ્તે રખડતા પશુઓના ત્રાસમાં થી શહેરીજનો ને મુક્ત કરાવે તેવી લોકમાંગ પણ ઉઠી છે..