mysamachar.in-રાજકોટ:
ગુજરાતમાં દારૂબંધી ના ગુણગાન વચ્ચે નીતનવી તરકીબો થી પ્યાસી ઓ સુધી શરાબ પહોચાડવાના કિસ્સાઓમાં રાજકોટમા થી વધુ એક નવી તરકીબ સામે આવતા પોલીસ પણ આશ્ચર્ય મા પડી જવા પામી છે,
હમણાં હમણાં પાણીના પાઉચ તો વિવિધ શહેરો મા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે,ત્યારે પાણીની બોટલ નું ચલણ વધી રહ્યું છે,ત્યારે પાણી ની જ અલગ અલગ બ્રાન્ડની બોટલોમા પાણી જેવો જ લાગતા દારુની સપ્લાય ને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ એ આજે ઝડપી પાડી છે,
શહેર ક્રાઈમ બ્રાંચ નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન યુનિવર્સીટી રોડ,ઇન્દીરા સર્કલ નજીક થી રીક્ષા નંબર જી-જે-૦૩-ઝેડ-૫૨૪૧મા થી બે શખ્સો મેહુલ ચાવડા અને સંજય પરમાર ને આંતરી ને પૂછપરછ હાથ ધરતા તેની રીક્ષામાં થી પાણીની બોટલોમાં ભરવામાં આવેલ વિદેશી દારૂ ની ૬૪ જેટલી બોટલો સહીત રીક્ષા વગેરે મળી કુલ રૂપિયા ૮૩૬૦૦/- નો મુદામાલ કબજે કરી અને દારૂની સપ્લાયની નવી તરકીબ ને ખુલ્લી પાડી વધુ તપાસ હાથ ધરી છે,
પોલીસને ગંધ ના આવી જાય તે માટે અજમાવી હતી આવી તરકીબ…
દારૂ સપ્લાય કરતાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમા એવું સામે આવ્યું છે કે અંગ્રેજી શરાબ સીધો જ વેચાણ કરવા માટે જાય અને રસ્તામાં પોલીસ ભટકી જાય તો ઝડપાઈ જવાનો ભય રહે પણ દારૂ ને પાણીની બોટલોમાં ભર્યા બાદ પોલીસ મળે તો બચી શકાય…કારણ કે પાણીની બોટલ જોઈને પોલીસને પણ પ્રથમ દર્શનીય રીતે શંકા ન જાય અને આસાની થી કામ પણ રળી જાય તેવો ઈરાદા સાથે આ તરકીબ ની અમલવારી શરૂ કરાઈ હતી