mysamachar.in-
પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તથા તેના દ્વારા સ્થાનિક રોજગારીનો વધારો કરવા ભારત સરકાર દ્વારા પ્રવાસનના ઉદેશ સહ ગુજરાતમાં આવેલ જુદી-જુદી ત્રણ દીવાદાંડીનું પ્રવાસન હેતુ માટે વિકસાવવાનાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ કરી છે,
દ્વારકા ખાતે ૪૩ મીટર ઊંચાઈની દીવાદાંડી, વેરાવળ ખાતે ૩૦મીટર ઉંચાઈની દીવાદાંડી તથા ગોપનાથ ખાતે ૪૦ મીટર ઉચાઈની દીવાદાંડી આવેલ છે. આ સ્થળો પ્રવાસન માટે પ્રસિદ્ધ છે જેથીઅહીં આવતા યાત્રીઓ દીવાદાંડીની પણ મુલાકાત લઇ શકે તે હેતુથીઆ દીવાદાંડીઓને પ્રવાસન હેતુથી વિકસવાનો ભારત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે,
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ જણાવેલ કે, યોગ્ય વ્યવસ્થા ઉભી કરી દેશની જાહેર સંપતિનીજાળવણી અને શ્રેષ્ઠ ઉપયોગ કેમ કરવો તે માટે સરકાર તમામ વિકલ્પો પર કામ કરી રહી છે. દીવાદાંડીમાં પ્રવાસન હેતુનો ઉમેરો થવાથી પ્રવાસીઓ ઉપરાંત વિદ્યાર્થી તથા જિજ્ઞાસુ લોકો દીવાદાંડીનાં ઉપયોગ તથા તેની કાર્યપધ્ધતિથી વાકેફ થશે.
આ દીવાદાંડીમાં વિઝીટર રૂમ, માહિતી માટે કિઓસ્ક, મેરીટાઇમ અને સ્થાનિક ઇતિહાસ દર્શાવતા LED, ફાઉન્ટેન, દરિયાકાંઠે વોક-વે, લેન્ડસ્કેપિંગ, ટોઇલેટ બ્લોક, બેસવા માટેની સુંદર વ્યવસ્થા ઊભી કરીને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે.
આ દીવાદાંડી મરીન નેવિગેશન સિસ્ટમને મદદરૂપ થશે જ સાથેસાથે ટૂરિઝમ માટેનો પણ હેતુ હોઈ, પેનોરેમીક ગેલેરી તરીકે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ પણ માંડવીયા એ અંતે જણાવ્યું હતું.