Mysamachar.in-જામનગર:
લગડી જેવી જમીનોમાં ઝોનફેર કરાવી અને તેનો ભાવ વધુ મળે તે દિશામાં લગત કેટલાક છેલ્લા કેટલાક સમયથી હવાતિયા મારી રહ્યા છે, એક વખત ઘણું કર્યું પણ મેળ ના આવતા ફરી પ્રયાસ કર્યો છે અને તે પ્રયાસ સફળ રહે તો ઝોન ફેર થવાથી આસપાસના રહેણાક વિસ્તરણ લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવાનો વારો આવશે તેમ સુમાહિતગાર સુત્રો જણાવે છે, જાડા દ્વારા જે જમીનોના ઝોન ફેર માટેની કાર્યવાહીઓ શરૂ થઇ છે અને સામાન્ય રીતે લોકોની સમસ્યાઓ ફરિયાદ માંગણીની અરજીઓ ધુળ ખાતી હોય તેવા જાણીતા સંજોગો વચ્ચે ચોક્કસ અરજીઓ ઉપર ઉભરાયેલો પ્રેમ જાડા પુરતો જ હાલ તો સિમિત રહ્યો અને સ્થળ સુધી લાભ નથી પહોંચ્યો કેમકે લાભાર્થીઓ ઘણા છે અને આમેય વિષય લગડી જેવો છે,
આ વિષયને એટ એ ગ્લાન્સ વ્યુઅર્સને યાદ કરાવીએ તો જાડાની ગત માસની જનરલ બોર્ડની બેઠકના એજન્ડા જે દરેડ-જામનગર લગત ઝોન જે હાલ રેસીડેન્સીયલ છે તેને ઇન્ડસ્ટ્રી ઝોનમાં પરિવર્તિત કરવા કોઇ રાજકીય દબાણ છે..ક જામનગર સુધી પહોંચ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ડેવલોપીંગ પ્લાન 2031 સુધીનો છે.ત્યાં આ રીતે શા માટે ફેરફાર કરવામાં આવી રહ્યા છે, અને કોનું હિત આ આ ઝોન ફેરમાં સચવાયેલું છે કે કેમ.? કારણ કે રાજકોટમાં ઝોન ફેરનો મામલો હાલ ગાજી રહ્યો છે ત્યાં જ જામનગરમાં કોના ઇશારે આ ઝોનમાં ફેર બદલી થવા જઇ રહી છે તેની ચર્ચાઓએ જોર પકડ્યા બાદ આ મુદ્દે પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો પરંતુ એ માટે ફેરગોઠવણી હવે થઇ ગઇ છે તેવી ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે,
આગામી જાડાની બેઠકમાં હાજર રહેનારને પણ છે…ક સુરતથી સુચના આપાઈ ચુકી છે કે ઊંચું નીચું થવું નહિ અને યોગ્ય નિર્ણય કરી આપવો, માટે આગામી બેઠકમાં આવું થશે તો આ વિસ્તારમાં થી પણ વિરોધનો વંટોળ ઉપરાંત અન્ય કોઈ મેદાને આવી ને વિરોધ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે, વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ચારેક લોકોએ ભેગા થઈને સુરત સુધી છેડો લંબાવી અને આ ઝોન ફેર થાય તેના પ્રયાસમાં ચોક્કસ ગોઠવણ પછી સફળ રહ્યા છે,
એક મુદો જેના ઉપર વિસ્તૃત વ્યાપક વિવિધ સમીક્ષા થઇ શકે તેવુ અવલોકન ચબરાકોનુ એ છે કે અગાઉ મુકાતા પણ હવે પદાધીકારી મુકવા નથી અને હાલ ચેરમેન IAS હોઇ જાડામા ચુસ્ત નિયમ પાલન થાય છે માટે બાંધછોડ થાય નહી માટે “વહીવટી”ઓ અકળાય તે સ્વાભાવીક છે પરંતુ તેમ છતા હવે “બધા” ને સમજાવવા પોસાય કેમ કે ઝોન ફેર થતા જ આ જમીનના ભાવ ત્રણ ગણા થશે જે માટે હવે સંકલન સધાય ગયાની ચર્ચા થાય છે, કેમકે હવે કાચુ કપાય તે પોસાય તેમ નથી એવુ લાગે છ કારણ કે “સુથી” યુ લેવાય ગઇ હશે તેમ પણ ટીકા સાથે ચર્ચાઓ અમુક લગતમા થઇ રહી છે જેની ખરાઇ પણ ટુંક સમયમા થઇ જશે તેમ વિશ્ર્લેષકો કહે છે
-ખેલ….જબરો હો…
જામનગર જિલ્લામાં વધુ એક કૌભાંડને ભ્રષ્ટાચારીઓ અંજામ આપવાનો આખરી ઓપ અપાઈ ચુક્યાની વ્યાયક ચર્ચા છે, કેટલાક ગોઠવણકારોએ જામનગરમાં જાડા વિસ્તારમાં આવેલી જમીનોના ઝોન ફેર કરવા મોટા કૌભાંડને અંજામ આપી ચૂક્યાની વ્યાપક ચર્ચા છે. આ સમગ્ર કોભાંડમાં કરોડોની મલાઈ જમીનોના ઝોનફેરમાં રાજકિય મળતીયાઓએ તારવી લીધાનું ચર્ચાઇ રહ્યું છે….!,સમગ્ર કૌભાંડ એક મીટીંગમાં તો મુલતવી રહ્યું ત્યારે હવે બીજી મીટીંગમાં બધું સમું સુથરું પાર પડી જાય તે માટેની ગોઠવણને અંજામ આપાઈ ચુક્યો છે, ઝોનફેર માટે એકઠા થયેલ ચોક્કસ ગ્રુપ દ્વારા આચરવામાં આવેલા આ કૌભાંડની કોઇને જાણ ન થાય તે બાબતને ગુપ્ત રાખવામાં આવી રહી છે, સુરતથી એક આકાનું પીઠ બળ મેળવીને આ કૌભાંડીઓ પોતાનો કોઇ વાળ પણ વાંકો નહીં કરી શકે તેવા વિશ્વાસ અને મક્કમ મનોબળ સાથે આગળ વધી રહ્યા છે.જો કે અધિકારી ક્યારેય કોઈ બાબત પોતા પર લેતા નથી, અને તટસ્થતાને વળગેલા હોય છે, જેનો પરચો ગત મીટીંગમાં જોવા મળ્યો હતો, અને આ કિસ્સામાં પણ કદાચ આવું થાય તો વધુ એક વખત આ મામલો ફરી પાછો ઠેલાઈ જાય તો ખબર નહિ.


























































