mysamachar.in-જામનગર
જામનગરની સોનીબજારમાં ગતસાંજે થોડીવાર પૂરતું અફડાતફડી નું વાતાવરણ સર્જાઈ ગયું અને વેપારીઓ અને હાજર લોકોમાં નાશભાગ એટલા માટે મચી ગઈ કે પીજીવીસીએલ ના વીજ વાયરોમાં અચાનક જ વીજવાયરોમાં શોર્ટસર્કિટ થવા લાગ્યું અને અને ધડાકાઓ થઇ રહ્યા હોય તેવા દ્રશ્યો થોડીવાર માટે સોનીબજાર વિસ્તારમાં જોવા મળ્યા હતા,
આટલું અધૂરું હોય તેમ વીજવાયરો સળગીને નીચે તૂટવા લાગતા હાજર લોકોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા હતા,બનાવની જાણ પીજીવીસીએલ ને કરવામાં આવતા વીજપુરવઠો બંધ કરી દઈને વીજવાયરો રીપેરીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,
જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.
			
                                
                                
                                



							
                