Mysamachar.in-જામનગર:
જામનગર સહીત સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં હીટ વેવની સંભાવનાઓને જોતા હીટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે.
ગરમીમાં લૂ લાગવા (હીટ વેવ) થી બચવા માટે આરોગ્યલક્ષી સૂચનો…
- હીટ વેવ દરમ્યાન બહાર નીકળવાનું ટાળવું આખું શરીર અને માથું ઢંકાઈ તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્માં,છત્રીનો ઉપયોગ કરવો.
- નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી.
- સીધા સૂર્યપ્રકાશથી બચવું.
- ભીના કપડાથી માથું ઢાંકી રાખો અવાર-નવાર ભીના કપડાથી શરીર લૂછો વારંવાર ઠંડુ પાણી પીવું
- લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, અને નારીયલનું પાણી તથા ખાંડ મીઠાનું દ્રાવણ, તથા ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમા પીવા.
- બાળકો માટે કેસુડાના ફૂલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો
- ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ ન્હાવું, શક્ય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી
- દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામા રહેવું.
- બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહી, બજારમા વેચાતા બરફનો ઉપયોગ ટાળવો. લગ્ન પ્રસંગે દૂધ, માવાની આઈટમ ખાવી નહી.
- ઉપવાસ કરવાનું ટાળવું, સવારનું ભોજન ૧૨:૦૦ વાગ્યા સુધીમાં લઇ લેવું
- ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું
- હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું.
લૂ લાગવા (હીટ વેવ)ના લક્ષણો
- માથુ દુખવુ, પગની પીંડીઓમા દુખાવો થવો
- શરીરનું તાપમાન વધી જવું
- ખુબ તરસ લાગવી
- શરીરમાંથી પાણી ઓછુ થઇ જવું
- ઉલટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા
- બેભાન થઈ જવું
- સુધ-બુધ ગુમાવી દેવી (મૂંઝવણ)
- અતિ ગંભીર કિસ્સામા ખેંચ આવવી.
- વરીયાળી, કાચીકેરી, ગુલાબ, ખસ, અને કાળી દ્રાક્ષનું સરબત લઈ શકાય રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમા પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી. તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.