Mysamachar.in-રાજકોટ:
મોઘાદાટ અને હાઈ વોલ્ટેજ ધરાવતા વીજ ઉપકરણોનો ઉપયોગ તો કરવો છે પણ….વીજચોરી કરીને…આવું તે કેમ ચાલે જેમાં કોઈ નાગરિકો સરકારીની તિજોરીને ચૂનો ચોપડવા માટે વીજચોરી કરે…? માટે જ આવા વીજચોરી કરતા તત્વોને ઝડપી પાડવા સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા 7 મહિના દરમિયાન સતત ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં 164 કરોડની વીજચોરીની આંકડાઓ જાહેર થયા છે,એપ્રિલ 2023થી ઓક્ટોબર 2023 સુધીમાં 50,840 વીજ-કનેક્શનમાં થતી ગેરરીતિ ઝડપી લઈ 164 કરોડ 23 લાખ 52 હજારની વીજચોરી ઝડપી લેવામાં આવી છે.
-રાજકોટ શહેરમાં 13.50 કરોડ, 
-રાજકોટ ગ્રામ્યમાં 13.44 કરોડ, 
-મોરબીમાં 9.33 કરોડ,
-પોરબંદરમાં 11.23 કરોડ, 
-જામનગરમાં 16.02 કરોડ,
 -ભુજમાં 11.47 કરોડ, 
-અંજારમાં 12.95 કરોડ, 
-જૂનાગઢમાં 11.50 કરોડ, 
-અમરેલીમાં 12.21 કરોડ, 
-બોટાદમાં 6.25 કરોડ, 
-ભાવનગરમાં સૌથી વધુ 23.53 કરોડ
-સુરેન્દ્રનગરમાં 22.73 કરોડની વીજચોરી ઝડપાઈ છે.
			
                                
                                
                                



							
                