mysamachar.in-જામજોધપુર
તાલુકાના ગીંગણી જીલ્લા પંચાયત બેઠકના મહિલા સદસ્ય ભાવનાબેન સુરેલાના પતિ ભરતભાઈ સુરેલા પર બે દિવસ પૂર્વે બનેલ હુમલાના બનાવ અંગે ફાયરિંગ થયાના આક્ષેપ સાથે ભાજપના આગેવાનનું નામ આપવામાં આવતા જામજોધપુર પંથકમાં ભારે હોબાળા વચ્ચે રાજકીય માહોલ ગરમાયો હોય તેમ લાગી રહ્યું છે,
આ ધટનાના પગલે ભાજપના આગેવાનનું નામ સામે આવતા અને ફાયરિંગ થયાની અફવા વચ્ચે પોલીસમાં પણ ભાગદોડ મચી ગઈ હતી..ત્યારે આ બનાવ અંગે ભાજપને બદનામ કરવાનું એકમાત્ર કાવતરું હોય…તે સહિતના આ બનાવને લગતા સચોટ મુદા પર પ્રકાશ પાડીને જામજોધપુરના ભાજપના આગેવાનોએ પુર્વ કૃષિમંત્રી ચીમનભાઇ સાપરીયાની આગેવાની હેઠળ જામનગર જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી ભરત સુરેલા પર ગભીર આક્ષેપો પણ આ આવેદનપત્રમાં કર્યા છે.
આવેદનપત્રમાં જણાવ્યાનુસાર જામજોધપુરના કોંગ્રેસના જામનગર જીલ્લા પંચાયતના મહિલાના પતિ ભરત સુરેલા અને તેમના સગા પરસોતમભાઈ કોળીને પવનચક્કીના કામ કરતી એન્ફા કંપની સામે વાંધો તકરાર ચાલતી હતી..આ બાબતે સામાજિક અને રાજકીય આગેવાન દેવાભાઈ પરમારને કંપની સામે તકરાર નિવારવા સમાધાન માટે પરસોતમભાઈ કોળીએ પાટણ મુકામે બોલાવ્યા હતા…
દરમ્યાન ત્યાં હાજર ભરત સુરેલાએ કંપની પાસેથી કોઈ અપેક્ષા સાથે પરસોતમભાઈને ઉશ્કેરીને કંપનીના પ્રતિનિધિને ગાળો આપવા લાગ્યા હતા..તેમાં દેવાભાઈએ દરમ્યાનગીરી કરતાં ભરત સુરેલાએ દેવાભાઈને પણ ગાળો આપી ભાજપને અને તેમની રાજકીય કારકીર્દી ખતમ કરવાની ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા..
આમ રાજકીય આગેવાન એવા દેવાભાઈ પરમારની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે આવું નાટક કરવામાં આવ્યું હોય આ બનાવની જીણવટભરી તપાસ કરીને પગલાં ભરવાની માંગણી ઉપરાંત ભાજપ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે ભરત સુરેલા ને કોઈપણ જાતની ઇજાઓ ના પહોચી હોવા છતાં પણ આ બાબતને ગંભીર સ્વરૂપ આપવા રાજકીય ઈશારે જામનગરની સરકારી હોસ્પિટલનો દુરુપયોગ કરી ખોટા સરકારી રેકોર્ડ ઉભા કરવાનો પણ પ્રયાસ કરેલ હોય જે બાબત પણ તપાસ માંગી લેતી છે,
આમ જામજોધપુર પંથકમાં કોંગ્રેસના આગેવાન અને ભાજપના આગેવાન વચ્ચે કથિત બનેલા મારમારીના બનાવમાં હવે પોલીસ તપાસમાં શું સત્ય બહાર આવે છે તે આગામી દિવસોમાં ખ્યાલ આવશે તેવામાં આ બનાવથી જામજોધપુર પંથકમાં રાજકીય ગરમાગરમીનો માહોલ છે.
ત્યારે આ મામલે તટસ્થ તપાસની માંગ સાથે ગઈકાલે જામજોધપુર તાલુકા ભાજપના આગેવાનો પૂર્વ કૃષિ મંત્રી ચીમન શાપરીયા ની આગેવાનીમાં પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા,ચેતન કડીવાર,અમુભાઈ વૈશ્નાણી સહિતનાઓ એસપી ને રજૂઆત કરી હતી.