Mysamachar.in:કચ્છ
રાજ્ય સરકાર છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વ્યાજખોરી નાબુદ કરવા જીલ્લા તાલુકા અને પોલીસ મથક કક્ષાએ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરવા ફરિયાદીઓ આગળ આવે તે માટે કેમ્પો કરી રહી છે, પણ જયારે ફરિયાદી ફરિયાદ કરવા જાય ત્યારે વ્યાજખોરો સામે ફરિયાદ લેવા પોલીસ જ પૈસાની માંગણી કરે તો આવો એક કિસ્સો ભચાઉમાં સામે આવ્યો છે જ્યાં લાંચિયા પોલીસ ઇન્સ્પેકટર અને તેના રાઈટરે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવા ફરિયાદી પાસેથી 5 લાખની લાંચ લેતા એસીબીને હાથ ઝડપાઈ ગયા છે.
એસીબીએ જાહેર કરેલ વિગતો એવી છે કે આ કેસમાં ફરિયાદીએ કેટલાક વ્યકતીઓ પાસેથી નાણા વ્યાજે લીઘેલ જે બાદ વ્યાજની ઉઘરાણી માટે ખાનગી વ્યક્તિઓ તરફથી હેરાનગતી અને કનડગત રહેતી હોય તેમની વિરુદ્ધ આ કેસના ફરિયાદીએ વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશ અન્વયે ફરિયાદ આપવા ભચાઉ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ એ.બી.પટેલનો સંપર્ક કરેલ જે બાબતે પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલે ફરિયાદીની ફરિયાદ દાખલ કરવા માટે 5,00,000/- ની લાંચ અવેજ પેટે માંગેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરતા ફરીયાદ આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતાં પોલીસ ઈન્સ્પેકટરે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી લાંચના નાણા પોતાના રાઈટર સરતાનભાઈ કરમણભાઈ કણોલને આપવાનું કહેતા રાઈટરે લાંચના નાણા રૂ.5,00,000 પંચોની હાજરીમાં સ્વીકારી લેતા એસીબીએ પોલીસ ઇન્સ્પેકટર અને તેના રાઈટરે વિરુદ્ધ એસીબી પોલીસ મથકમાં વિધિવત ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.