જામનગરમાં શહેરમાં હમણાં હમણાં કીશોરોની હત્યા અને આત્મહત્યાના મામલો ચર્ચામાં રહેવા પામ્યા છે ત્યાં જ વધુ એક કિશોરે જિંદગી ટૂંકાવી લીધાનું સી ડીવીઝન પોલીસે જાહેર કર્યું છે, આ અંગે જાહેર થયેલ વિગતો એવી છે કે જામનગર શહેરના ઇન્દિરા કોલોની શેરી નંબર 11 માં વસવાટ કરતા કિશોરભાઈ વાઘેલા જેવો નોકરી કરે છે તેના દસમાં ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષીય પુત્ર કુલદીપ વાઘેલાએ જે ધોરણ -૧૦ મા અભ્યાસ કરતો હોય જેનુ ટેન્શન હોય તેમજ તેમના મમ્મી બે વર્ષ પહેલા મરણ ગયેલ હોય જેનુ ગમ હોય તેના કારણે પંખામા દોરી બાંધી ગળા ફાસો ખાઇ લેતા તેનું મોત નીપજયાનું જાહેર થયું છે.





