Mysamachar.in-સુરત:
ગુજરાતમાં દારુ અને દેહવ્યાપારની પ્રવૃતિઓ ફૂલીફાલી છે, દેહવ્યાપારની વાત કરવામાં આવે તો કેટલીય હોટેલો અને સ્પાના ઓથા હેઠળ દેહવ્યાપાર ચાલતો હોવાનું સામે આવતું રહે છે, એવામાં સુરતમાં એવી એક એવી જગ્યાએથી કુટણખાનું ઝડપાયું છે વિચારતા કરી દે તેવું છે.
સુરતના સરથાણામાં પોલીસે કેનાલ રોડ પર મેજિસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાંના શેડમાં રેડ કરી હતી. પોલીસને એવી માહિતી હતી કે અહી દિનેશ હરખાણી નામનો શખસ આ ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કૂટણખાનુ શરૂ કર્યું છે પોલીસ પાસે સચોટ બાતમી હોય ડમી ગ્રાહકને અહી મોકલવામાં આવ્યો હતો.
ડમી ગ્રાહક ડોમમાં ગયો એ સાથે જ એક શખસ ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો. પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતાં અંદર એસી કેબિન સાથે ધમધમતું કૂટણખાનું મળ્યું હતું. અહીંથી બે ગણિકાઓ પોલીસને મળી આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ અહી બહુ હાઈપ્રોફાઈલ નહિ પણ લો પ્રોફાઈલ ટાઈપ કુટણખાનું ચાલતું હતું જ્યાં ગ્રાહકદીઠ એક હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા. એમાંથી ગણિકાને 500 રૂપિયા મળતા હતા, જ્યારે દિનેશ કમિશન પેટે 500 રૂપિયા રાખી લેતો હતો. પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય એ માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય એ સાથે જ બહારથી તાળું મારી દેતો હતો. પોલીસે અહીંથી કોન્ડમ તથા એક હજારની રોકડ જપ્ત કરી કૂટણખાનાના માલિક દિનેશ હરખાણી અને સંચાલક ભાવેશ સાકરિયાને વોન્ટેડ જાહેર કર્યા છે.