Mysamachar.in:મોરબી
દારુનું વેચાણ કરનાર તત્વો કોઈ પણ ભોગે દારૂની હેરાફેરી કરી લે છે અને તેનું વેચાણ પણ કરી લે છે, પણ જ્યારે આવા તત્વો પોલીસની ઝપટમાં ચઢી જાય ત્યારે નીતનવા ખુલાસાઓ થતા હોય છે, આવું જ મોરબીમાં સામે આવ્યું છે જ્યાં દારુ છુપાવવાની ટ્રીક જોઈ પોલીસ પણ દંગ રહી ગઈ છે. બુટલેગરોએ દારૂ સંતાડવા સ્પેશિયલ એક ચોરખાનું બનાવ્યું. એ પણ જમીનની અંદર જ્યાં કોઈને ભાળ પણ ન થાય કે અહીંયાં કોઈએ વસ્તુ સંતાડી હશે. મોરબીના ઘુંટુ ગામે દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે મકાનની ચકાસણી કરતા એવી જગ્યાએ દારૂનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી હાજર ન હોવાથી તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબી LCB ટીમના સુરેશ હુંબલ, પુથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા, અને વિક્રમ ફુગસિયા પેટ્રોલીગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, ઘૂંટું ગામમાં રહેતા હરજી ધીરુભાઈ અદગામાંના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે દરોડો પાડ્યો હતો. ત્યાં ઘરમાં ચેક કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. આરોપીએ ફળીયામાં જ્યાં વૃક્ષ વાવના હોય ત્યાં નીચે કેરબામાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો. પોલોસે દારૂની 95 બોટલ કબજે કરી હતી. તો આરોપી ઘરે હાજર નહિં મળી આવતા તેના વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.