mysamachar.in-જામનગર
જામનગર શહેરના ખંભાળીયા ગેઇટ નજીક આવેલ ખીજડા મંદિરના પુજારીએ આજે વહેલી સવારે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપધાત કરી લેતા ચકચાર જાગી છે,જાણવા મળતી વિગતો મુજબ આ અગાઉ પણ એક આપધાતનો બનાવ બનેલ હોય ત્યારે ફરી એક વખત આ ધાર્મિક સંસ્થામાં પુંજારીના આપધાતનો કિસ્સો સામે આવતા અનેક તર્કવિતર્ક વચ્ચે ચકચાર જાગી છે,
પોલીસમાં નોંધાયેલ વિગતો મુજબ જામનગર ખંભાળીયા ગેઇટ આવેલ ખીજડા મંદિરના વર્ષોથી પુજા ચાકરી કરતાં મૂળ પશ્ચિમબંગાળના દાર્જીલિંગના ૭૫ વર્ષના વયોવૃદ્ધ પુજારી રવિ રામદાસ અમેરીએ આજે વહેલી સવારે ૧૦ વાગ્યાના અરસામાં પોતાના A-૧૦ વાળા રૂમમાં ગળેફાંસો ખાઈને આપધાત કરી લેતા તાકીદે કુણાલ વ્યાસે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને લાશનો કબ્જો લઈને પી.એમ.ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,
આ અગાઉ પણ આ જગ્યાએ આપધાતનો બનાવ બનેલ હોય ત્યારે આજે રહસ્યમય સંજોગોમાં પુજારીએ આપધાત કરી લેતા હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આપધાત થયાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરીને પૂજારીના આપધાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.
























































