mysamachar.in-દેવભૂમિદ્વારકા:
જામનગર થી અલગ થયેલ દેવભૂમિ દ્વારકા જીલ્લો સંવેદનશીલતાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વનો માનવામાં આવે છે,કારણ કે ખાનગી રિફાઈનરીઓ,વિશાળ દરિયાકિનારો,દ્વારકાધીશમંદિર,સલાયા બંદર,અને ભૂતકાળમાં થયેલ દાણચોરી અને આંતકી પ્રવૃતિઓ સહિતની બાબતોને લઈને અહી વિવિધ સુરક્ષા એજન્સીઓની નજર સતત અહી રહેતી હોય છે,એવામાં છેલ્લા કેટલાક સમયગાળા પર નજર કરીએ તો દ્વારકા જીલ્લો જાણે નશાનું હબ બની રહ્યું હોય તેવા એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે,
થોડા દિવસો પૂર્વે રાજ્યની એટીએસએ સલાયામાં થી કરોડો ના હેરોઈન ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને આ ડ્રગ્સ રેકેટના મૂળિયાં ખુબ ઊંડા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું,
એટીએસ એ હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડ્યા પૂર્વે સ્થાનિક એસઓજી ની ટીમએ ઈરાની કેશરની દાણચોરી પણ સલાયામાં થી ઝડપી પાડતા કદાચ ગુજરાત રાજ્યનો આ પ્રથમ કેસ હતો,આ જ જિલ્લામાં દરરોજ નશો કરેલ કેટલાય શખ્સો પણ દ્વારકા પોલીસને ચોપડે નોંધાય છે,એવામાં વધુ એક વખત એસઓજી દ્વારકા ની ટીમ જયારે દ્વારકા જન્માષ્ટમી મહોત્સવને લઈને પેટ્રોલીંગમાં હતી ત્યારે પીઆઈ કે.જી.ઝાલા અને પીએસઆઈ ડી.બી.ગોહિલ ની ટીમે દ્વારકા ના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા હુસેન ચાંગડા ના રહેણાક મકાનેથી ગાંજાનો સવાકીલો જથ્થો કબજે કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,
આમ એક બાદ એક ગાંજા,દારૂ અને હેરોઈન,અને લાખો રૂપિયાના દારૂ ઝડપાવવાના કેસો નું સામે આવવું એ સવાલ ચોક્કસ થી ઉભો કરે છે કે શું દ્વારકા જીલ્લો ધીમીગતિએ નશાનું હબ તો નથી બની રહ્યો ને…??