mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
છેલ્લા ઘણા સમયથી દેવભૂમિ દ્વારકા જીલ્લાની ત્રણ નગરપાલિકા અને જામનગર જીલ્લાની બે નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોવાથી વિકાસની કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે ત્યારે ચીફ ઓફિસર તરીકે નગરપાલિકામાં ફરજ બજાવવા કોઈ રાજી ન હોય કરાર આધારીત ચીફ ઓફિસર તરીકે ભરતી કરવા માટે સરકારે જાહેરાત આપવા મજબૂર થવું પડ્યું છે,
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઓખા નગરપાલિકામાં,રાવલ નગરપાલિકામાં ભાજપનું શાસન હોય અને ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે,આ ત્રણેય પાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી છે તેવામાં રાવલ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે કોઈ ટકતું ન હોવાના પણ અહેવાલ મળી રહયા છે,જયારે જામનગર જીલ્લામાં ધ્રોલ નગરપાલિકામાં અને સિક્કા નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે પરંતુ ચીફ ઓફિસરની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હોવાથી કામગીરી ઉપર સીધીજ અસરો જોવા મળે છે,
આમ એક તરફ રાજ્ય સરકાર વિકાસ ની ગુલબાંગો પોકારે છે તો બીજી તરફ નગરપાલિકાઓજ ચીફ ઓફિસર વિહોણી હોય તો?રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓને વિકાસના કામો માટે કરોડો રૂપિયાનું ફંડ ફાળવે છે ત્યારે બીજીબાજુ ચીફ ઓફિસર વગર આ વિકાસના કામોનું ફંડ વાપરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી હોવાનું અનેક વખત સામે આવી ચૂક્યું છે.