Mysamachar.in-બનાસકાંઠા:
ગુજરાતની સરહદ પૂર્ણ થાય એટલે સીધી જ રાજસ્થાનની સરહદ ચાલુ થાય છે. રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે અનેકો પ્રતિબંધિત અને ગેરકાયદેસર વસ્તુઓ ઘુસાડવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાત -રાજસ્થાન બોર્ડર માવલ ચોકી પર રિકકો પોલીસે મોટી કાર્યવાહી કરીને 143 કિલો ગેરકાયદેસર ચાંદીનો જથ્થો ઝડપ્યો છે. ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી આશરે 143 કિલો અને 200 ગ્રામ ચાંદી મળી આવી છે.
ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ ઉત્તર પ્રદેશથી ગુજરાત જઈ રહી હતી. ત્યારે ચાંદીની પાટો મુસાફરની સીટ નીચે છુપાવીને રાખવામાં આવી હતી. રિકકો પોલીસે બસમાં સવાર એક યુવકની અટકાયત કરી છે. મળતી માહિતી પ્રમાણે આજે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા પહેલા એક ખાનગી બસમાંથી 143 કિલો 264 ગ્રામ ચાંદી ઝડપાઈ છે, જેની આશરે કિંમત 86 લાખ રૂપિયા છે. તેણે આબુરોડ રિકકો પોલીસે પકડી પાડી છે. 143 કિલો ચાંદીને બસના સીટ નીચે છુપાવીને ગુજરાતમાં લાવવાની કોશિશને નાકામ કરી એક વ્યક્તિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. 143 કિલો ચાંદી સાથે બસને કબ્જે કરી હતી.