mysamachar.in-જામનગર:
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા સામાન્ય જનજીવનને ખુબ મોટી અસર પહોચી છે..ભારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગીરસોમનાથ જિલ્લાનો પણ સમાવેશ થાય છે..ત્યારે આ વિસ્તારના લોકોને જરૂરી સહાય પહોચાડવાના ભાગરૂપે જામનગરની કેટલીક સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓ પણ આગળ આવ્યા છે..
આજે સાંજથી જામનગરના આણદાબાવાઆશ્રમ ખાતે આ સેવાયજ્ઞ શરૂ કરી દેવામાં આવ્યો છે..જેમાં ૧૦,૦૦૦ થી વધુ ફૂડપેકેટો તૈયાર કરી અને તેને ગીરસોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં હેલિકોપ્ટર મારફત પહોચાડી અને લોકોને જરૂરી મદદ પૂરી કરવાનો સંકટ સમયે જામનગરની સંસ્થાઓ દ્વારા પ્રયાસ કરાયો છે..ગીરસોમનાથ જીલ્લાના અસરગ્રસ્તો માટે ફૂડપેકેટ બનાવવા આણદાબાવાસેવાસંસ્થા,ચેમ્બર ઓફ કોમર્સ,એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ,ફેક્ટરી ઓનર્સ એસોસિએશન,ચેમ્બરઓફ કોમર્સ,ધી સીડસ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન,સહિતની સંસ્થાઓ એ આ સેવાયજ્ઞમાં પોતાની આહુતિ આપી હતી.જયારે ફૂડપેકેટ બનાવવામાં આવી રહ્યા હતા ત્યારે સંસ્થાના દેવપ્રસાદજી મહારાજ,લોહાણા સમાજ ના પ્રમુખ જીતેન્દ્ર લાલ,બીપેન્દ્ર્સિંહ જાડેજા,અનિલ ગોકાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા..