Mysamachar.in-ગોધરા:
શાતીર ગઠિયાઓ દુર ક્યાય બેઠા બેઠા લોકોને પોતાની વાતોમાં ફસાવી અને બેંક એકાઉન્ટ સાફ કરી નાખે છે, આવા જ એક કિસ્સાનો સાયબર સેલ ગોધરા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે, વિગતે જોઈએ તો ગોધરાના વિઠ્ઠલ મંદીરમાં રહેતા નિવૃત શિક્ષક શ્રીપાદ મુરલી સરપોતદારને ફેસબુક પર ડમી આઈડી મોકલીને શિક્ષક સાથે ચેટીંગ કરીને કિંમતી ભેટ મોકલવાની લાલચ આપીને કુલ રૂ.27,76,501ની ઓનલાઇન છેતરપીંડી કરનાર નાઇઝીરીય ગેંગના 3 સાગરીતોને ગોધરા સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી પકડી પાડયા હતા. પકડાયેલામાં નાઈજીરિયનકોંગો(આફ્રિકન) દેશનું નાગરીત્વ ધરાવતા 2 અને દિલ્હીના 1ને પકડીને પોલીસે 11 મોબાઇલ, પાસબુક, atm કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
નિવૃત શિક્ષક શ્રીપાદ મુરલી સરપોતદારને કોઇ અજાણ્યા ’Sofia cameron’ નામની ફેસબુક આઈડીની રીકવેસ્ટ આવતા તેમને એક્સેપ્ટકરી હતી. નિવૃત શિક્ષક સાથે ફેસબુક મેસેન્જરમાં ચેટીંગ કરીને મારે તમને ગીફટ મોકલવી છે. તેમ કહીને વોટ્સઅપ નંબર મેળવ્યો હતો. વોર્ટસઅપ પર વિદેશથી ગીફટની ખાનગી કુરીયર કંપનીની પાર્સલની રીસીપ્ટ મોકલી હતી. અને તેને છોડાવવા અનેકવાર ફોન કર્યા હતા.ફોન પર પાર્સલ છોડવવા માટે કસ્ટમ ક્લિયરન્સ, મની લોન્ડરિંગમાંથી સર્ટિફિકેટ તેમજ તમારું જે ગિફ્ટ પાર્સલ છે. તેને મુકવા માટે બ્રિટિશ સિક્યુરિટીના માણસો મુકવા આવશે. વગેરેના બહાને ભેજબાજોએ પોતાના વિવિધ ખાતાઓમાં શિક્ષકના, પત્ની તથા છોકરા છોકરીના બેંક ખાતાઓમાંથી રૂ.27,76,501 ઓનલાઈન ટ્રાન્સફર કરાવડાવી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવી હતી.
જે બાદ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટની માહીતીના આધારે તપાસ કરતાં ગેંગ દિલ્લી ખાતે હોવાનુ જાણવા મળતા સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દિલ્લી જઇ યુ.પીના ગાજીયાબાદથી 3 આરોપીઓને પકડી પાડયા હતા. પોલીસે કુલ 11 મોબાઈલ, 8 ચેક બુકો, પાસબુક, એ.ટી.એમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડયેલા ઓનલાઇન ઠગમાં નાઈજીરિયન/કોંગો દેશનું નાગરિકત્વ ધરાવતા ડેવિડ એડન ફોરજીન્દર તથા સોબા ઓગસ્ટિંન બેસ્ટન તેમજ દિલ્હીનો નરેશ સુરેશકુમાર ચોપડાની ધરપકડ કરીને ગોધરા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 5 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.