mysamachar.in-દેવભૂમિદ્વારકા:
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે..તો બીજી બાજુ દેવભૂમિદ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયા ને મેઘરાજા એ ઘમરોળવાની શરૂઆઆત કરી હોય તેમ ખંભાળિયા શહેરમા સવારે ૭ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીમાં સરેરાશ છ ઈંચ જેટલો વરસાદ વરસી પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે..અને હજુપણ મેઘમહેર ખંભાળિયા પંથકમાં અવિરત હોવાના અહેવાલો હાલ પ્રાપ્ત થઇ રહ્યા છે…