mysamachar.in-જામનગર
જામનગરનો બ્રાસ ઉદ્યોગ વિશ્વમાં ભારે ખ્યાતિપ્રાપ્ત ઉદ્યોગ છે,અને આ ઉદ્યોગ થકી લાખો લોકોની રોજીરોટી જોડાયેલ છે,ત્યારે બે વર્ષ પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા થયેલ નોટબંધી અને જીએસટી એ આ ઉદ્યોગમાં કેટલાય કારખાનેદારો ની કમર ભાંગી નાંખી છે,તો નોટબંધી અને જીએસટીની સીધી જ અસરો પણ કેટલાય ઉદ્યોગો પર જોવા મળી હતી,એવામાં નોટબંધી અને જીએસટીના અમલીકરણ વચ્ચે ફસાઈ ચુકેલા એક કારખાનેદાર ગુમ થયા બાદ તે વ્યાજના વિષચક્ર મા ફસાઈ ચૂક્યાનું સામે આવતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે,
જામનગરના મોમાઈનગર વિસ્તારમાં વસવાટ કરતાં નીલેશભાઈ બળવંતભાઈ કરોલીયા નામના કારખાનેદારે નોટબંધી અને જીએસટી ના સમયગાળા દરમિયાન પોતાના અન્ય લોકો પાસેથી લેવાનું પેમેન્ટ ફસાઈ જતા બ્રાસપાર્ટનો ધંધો યથાવત સ્થિતિ મા રહે તે માટે તેને કટકે કટકે એક કરોડ જેટલી રકમ જામનગરના ૧૮ વ્યાજખોરો પાસેથી ૧૦ થી ૧૨ % ના વ્યાજ પર લીધેલ હતી,
વ્યાજે લીધેલી રકમ નીલેશભાઈ પાસેથી વસુલવા માટે આરોપીઓ દ્વારા જુદા જુદા સમયે ફોન પર અને રૂબરૂ ધાકધમકીઓ આપતા હતા,અને નીલેશભાઈ ના પરિવાર ને પણ પતાવી દેવાની ધમકીઓ આપવામાં આવતી હતી,જેને કારણે નીલેશભાઈ એ અગાઉ ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ પણ કરેલ હોવાનું પણ નોંધાયું છે,
ત્યારે અંતે નીલેશભાઈ થી વ્યાજખોરો નો ત્રાસ સહન નહિ થતા ગત તારીખ ૭ ના રોજ તેવો પોતાના ઘરે થી એક ચીઠી લખીને જતા રહ્યાની જાણ પણ પોલીસને કરવામાં આવી હતી,જે બાદ આ મામલે નીલેશભાઈ ને વ્યાજે નાણા આપનાર ૨ મહિલા સહીત ૧૮ સામે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નીલેશભાઈ ના ભાઈ તેજ્શભાઈ એ મનીલેન્ડ એકટ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા આ મામલાની તપાસ એસઓજી ના ઇન્ચાર્જ પી.આઈ.એચ.બી.ગોહિલ ચલાવી રહ્યા છે.
આ તમામ સામે નોંધાઈ છે ફરિયાદ..
(૧)રાજભા જાડેજા – ૯૭૨૪૩૩૯૬૧૪
(૨)ધમાભાઇ આહીર-૮૮૬૬૪૪૪૪૭૫
(૩)મહેન્દ્રસિંહ ભુપતસિંહ-૯૯૭૯૯૬૦૦૯૯
(૪)પદુભા જાડેજા-૯૦૯૯૮૩૭૬૪૪
(૫)ભરતસિંહ સ્કુલવેનવાળા ૯૪૨૬૪૮૯૫૦૯
(૬)અરવિંદભાઇલુહાર-૯૮૨૪૮૧૨૬૧૭
(૭)સિધ્ધરાજસિંહ-૯૭૨૭૯૫૬૯૮૯
(૮)કંચનબા જાડેજા હસ્તે ગીરૂભા જાડેજા-૭૯૮૪૬૩૬૫૪૬
(૯)જેન્તીભાઈ વસોયા-૭૯૮૩૨૫૪૪૪૪
(૧૦)નિતિનભાઈ વાણીયા-૯૪૨૯૩૬૦૯૨૧
(૧૧)જગદીશભા જાડેજા-૯૭૨૫૮૧૨૫૫૭
(૧૨)જોરૂભા જાડેજા-૯૮૯૮૫૯૬૯૪૫
(૧૩)પીયુષજાડેજા-૭૦૧૬૨૧૭૨૬૪
(૧૪)સુભાષભાઈભાનુશાળી-૮૯૯૦૨૧૧૪૪૬
(૧૫)રમાબેન-૯૮૨૫૮૨૮૮૩૩
(૧૬)છત્રપાલસિંહ-૭૦૧૬૨૧૨૫૩૫
(૧૭)સુખુભા-૯૫૦૮૯૯૯૯૯૩
(૧૮)પ્રાક્રમસિંહ-૯૭૧૨૭૫૧૧૧૧૧ રહે બધા જામનગર
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.