mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
એક તરફ તહેવાર અને બીજી તરફ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોગચાળાનો સતત ઉપર જઈ રહેલો ગ્રાફ લોકો માટે ચિંતા નું કારણ બની રહ્યા છે,એવામાં જ એક યુવતી નું ડેન્ગ્યું ની બીમારીથી મોત થતા આરોગ્યતંત્ર ના દાવાઓની હવા નીકળી ગઈ છે,
વાત છે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ ની જ્યાં ગાત્રાળ નગરમાં વસવાટ કરતી મોહિનીબેન કરશનભાઈ સોચા નામની ૨૮ વર્ષીય પરિણીતા ને થોડા દિવસો પૂર્વે ડેન્ગ્યું નો રીપોર્ટ પોજીટીવ આવતા તેની સારવાર ચાલી રહી હતી,
જે દરમિયાન તેનું ગઈકાલે મોત નીપજતા પોલીસે ડેન્ગ્યું તાવની બીમારીની કારણે મોહિનીબેન નું મોત થયાનું જાહેર કર્યું છે.
 
 
			 
                                 
					
 
                                 
                                



 
							 
                