mysamachar.in-જામનગર
જામનગર સહીત રાજ્યના મહાનગરોમાં ટ્રાફિક ડ્રાઈવને લઈને હાઈકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે,પણ જામનગરમાં તો માત્ર ને માત્ર નિર્દોષ નાગરિકો ને દંડ ફટકારવા ચોકે ચોકે પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા છે,
એવામા વાહનચાલકોને જયારે રોકવામાં આવી રહ્યા છે ત્યારે તેની પાસે પીયુસી (પ્રદુષણ અન્ડર કંટ્રોલ)નું સર્ટીફીકેટ પોલીસ દ્વારા માંગવામાં આવે છે,અને જે વાહનચાલક પાસે પીયુસી સર્ટીફીકેટ ના હોય તે વાહનચાલક ને પ્રથમ વખત ૧૦૦૦/- જયારે એ જ વાહન બીજી વખત પીયુસી વિના ઝડપાઈ જાય તો તેને ૩૦૦૦/- નો દંડ ફટકારવાની જોગવાઈ છે,
આ તો થઇ વાહનચાલકો માટે નિયમોની અમલવારી ની વાત પણ જે સેન્ટરો પરથી પીયુસી સર્ટી નીકળે છે,તે સેન્ટરો જ જો નિયમોની અમલવારી ના કરે તો,જામનગરથી સૌપ્રથમ શરૂ થયેલ mysamachar.in ન્યુઝ વેબપોર્ટલ દ્વારા જામનગર શહેરના અમુક પીયુસી સેન્ટરો પર એક સ્ટીંગ ઓપરેશન કરી અને ખરેખર કઈ રીતે વાહનચાલકો ને પીયુસી આપવામાં આવી રહી છે,તેની ચકાસણી કરી તો સામે આવ્યું કે મોટાભાગના પીયુસી સેન્ટરો વાહનનના પ્રદુષણ તપાસવાના ઉપકરણો થી વાહનની ચકાસણી કર્યા સિવાય જ માત્ર ને માત્ર વાહનોના ફોટાઓ પાડી અને પાંચ મીનીટ ની અંદર વાહન યોગ્ય છે કે કેમ??તેવું પીયુસી સર્ટીફીકેટ ઇસ્યુ કરી આપે છે,
એક તરફ વાહનચેકીંગ મા નિર્દોષ નાગરિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ પીયુસી સેન્ટર ના સંચાલકો પોતા પાસે તેમજ આવનાર વાહનચાલકો પાસે ટાઈમ ના હોવાનું બહાનું આગળ ધરીને માત્ર વાહનની નંબરપ્લેટ બતાઈ આવે તે રીત નો ફોટો પાડીને પીયુસી સર્ટીફીકેટ ઇસ્યુ કરી આપે છે,
હવે પ્રદુષણ તપાસના ઉપકરણ વિના માત્ર ફોટો પાડીને વાહન પ્રદુષણ ઓકતું છે કે કે કેમ તે કઈ રીતે પીયુસી સેન્ટર ના સંચાલકો નક્કી કરી રહ્યા છે?તે તપાસનો વિષય છે,તો આ મામલે જામનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના એઆરટીઓ જયમીન ચૌધરી એ mysamachar.in ના કેમેરા સામે જણાવ્યું કે પીયુસી સેન્ટર અંગે કોઈ ફરિયાદ મળશે તો તેની ખરાઈ કરી અને ગેરીરીતી જણાશે તો નિયમમુજબ ની કાર્યવાહી કરવાની વાત તેવો એ કેમેરા સામે કરી,..
mysamachar.in જામનગરના આ પીયુસી સેન્ટરો કઈ રીતે પીયુસી માટે માત્ર ફોટાઓ પાડી ને કાઢી રહ્યા છે,તે વિડીયોના પુરાવાઓ સાથે આપી રહ્યું છે ત્યારે હવે આ મામલે તંત્ર તપાસ કરી અને શું પગલા લેશે તે જોવાનું રહેશે કે પછી માત્ર ને માત્ર નિર્દોષ વાહનચાલકો ને જ દંડિત કરવામાં આવશે.