• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 17, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

JMCમાં કચરા કલેક્શનની વિવાદાસ્પદ દરખાસ્ત પેન્ડિંગ….

શાસકપક્ષના લગત કોન્ટ્રાક્ટરને કરોડો કમાવી દેવાનું મસમોટું કૌભાંડ: વિપક્ષ

My Samachar by My Samachar
May 1, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
JMCમાં કચરા કલેક્શનની વિવાદાસ્પદ દરખાસ્ત પેન્ડિંગ….
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરૂવારે કમિટીના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં ગાર્બેજ કલેક્શનની વિવાદાસ્પદ માનવામાં આવતી કરોડો રૂપિયાની દરખાસ્ત આખરે પેન્ડિંગ રાખવી પડી છે કેમ કે, આ મામલે વિપક્ષના આરોપ ઉપરાંત શાસકપક્ષમાં પણ ખાનગી મતભેદો તીવ્ર બની ગયા હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવી રહ્યા છે. કમિટીના બેઠક સમયે કોંગ્રેસ પક્ષ દ્વારા મોડેમોડે પણ ભારે વિરોધ પ્રદર્શન થયું..જો કે તેમાં પણ કોર્પોરેશનના નેતા વિપક્ષ કે સભ્યો દેખાયા ન હતાં.

આજની સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં આ દરખાસ્ત 12મી આઈટમ તરીકે સમાવિષ્ટ કરવામાં આવી હતી. પરંતુ આ દરખાસ્ત કમિટીએ મંજૂર કરવાનું ટાળી દીધું છે. જે અંગે કોર્પોરેશનમાં મોટો ઉહાપોહ ચાલી રહ્યો છે. આ એજન્ડા આઈટમમાં કમિશનરની દરખાસ્ત તરીકે જણાવાયું છે કે, વાહનો મારફતે ગાર્બેજ કલેક્શનનું કામ, ચોક્કસ સેન્ટર બનાવવા માટેની કેપિટલ કોસ્ટ અને મેન્ટેનન્સ એન્ડ ઓપરેશનનું કામ તથા શહેરના 16 વોર્ડમાં 2 અલગઅલગ ઝોનમાં માત્ર ઓપરેશનનું કામ એમ કુલ 3 વિભાગ પાડવામાં આવ્યા છે. જો કે,  આ દરખાસ્તમાં કરોડોના આ કામ અંગે કમિટી એજન્ડામાં જરૂરી સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી, જે સૂચક છે.

આ એજન્ડા આઈટમ સંબંધે શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજાએ કોર્પોરેશન સત્તાવાળાઓને સ્ફોટક પત્ર લખ્યો છે. આ પત્ર મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તથા કમિશનર- એમ 3 મહાનુભાવોને આપવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ગાર્બેજ કલેક્શનના કામની આ દરખાસ્ત રદ્દ કરવામાં આવે. ભાજપાના લગત કોન્ટ્રાક્ટરને કમાવી દેવાનું આ મસમોટું કૌભાંડ હોય, આ દરખાસ્તની વિજિલન્સ તપાસ થવી જોઈએ.

કોંગ્રેસના આ પત્રમાં જણાવાયું છે કે, આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવે. શહેરમાં કચરો ઉપાડવાનો વાર્ષિક ખર્ચ આશરે રૂ. 30-32 કરોડ થાય છે. તેની સામે 10 વર્ષ માટેનું ટેન્ડર આશરે રૂ. 900 કરોડનું બહાર પાડવામાં આવ્યું છે. આથી મહાનગરપાલિકાની તિજોરીને ભયંકર આર્થિક નુકસાન થશે. કોર્પોરેશને કયારેય એક સાથે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો નથી. અઢી વર્ષની સારી કામગીરીઓ બાદ કોન્ટ્રાક્ટ બીજા અઢી વર્ષ માટે રિન્યુ કરવાની પરંપરા છે.

કોંગ્રેસ અધ્યક્ષે પત્રમાં વધુમાં કહ્યું છે કે, આ કોન્ટ્રાક્ટ અપાશે તો કોર્પોરેશનમાં પગારના પણ ફાંફા થશે. કચરા સંબંધિત હાલના 2 પ્લાન્ટમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર અને પ્લાન્ટ બંધની સ્થિતિઓ છે. કોર્પોરેશને અગાઉ આ ગાર્બેજ કલેક્શન ટેન્ડર રૂ. 473 કરોડનું બહાર પાડી, રદ્દ કર્યું અને સુધારીને રૂ. 900 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ બધી જ બાબતો શંકા ઉપજાવનારી છે. તેની તપાસ થવી જોઈએ. આ મસમોટું કૌભાંડ છે અને તેમાં પદાધિકારીઓ પણ સંડોવાયેલા છે. સમગ્ર પ્રકરણની વિજિલન્સ તપાસની માંગ પણ આ પત્રમાં થઈ છે.

-દરખાસ્ત પેન્ડિંગ શા માટે ?: ખુદ ચેરમેન સ્વીકારી રહ્યા છે કે..

અત્રે ઉલ્લેખનિય છે કે, ખુદ સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરાએ મીડિયા સમક્ષ સ્વીકારે છે કે, ગત્ સ્ટેન્ડિંગ બેઠકમાં આ અંગે પ્રેઝન્ટેશન થયેલું જેમાં કેટલીક કવેરી સભ્યો દ્વારા આવતાં આ તમામ કવેરીના સંતોષકારક જવાબો મેળવવા આ દરખાસ્ત હાલ પેન્ડિંગ છે. ટૂંકમાં, શાસકપક્ષ પણ સ્વીકારે છે કે, આ પ્રકરણમાં ઉતાવળ કરી શકાય એમ નથી.

-વિપક્ષ નેતા તથા સભ્યોની ગેરહાજરી અંગે કોંગ્રેસ અધ્યક્ષ કહે છે…

આજે કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષ તરફથી આ એજન્ડા બાબતે જે વિરોધ નોંધાવવામાં આવ્યો તેમાં વિપક્ષ નેતા અને સભ્યો હાજર ન હતાં તેથી આ બાબતે શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજાને પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં પક્ષની સેન્સ પ્રક્રિયાઓ ચાલી રહી હોય વિપક્ષ નેતા ત્યાં છે અને સભ્યોએ આજની રજાના રજા રિપોર્ટ મોકલાવ્યા છે.!!!

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં જે જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગઈ છે તેનો એકાદ-બે દિવસમાં વારો…

June 16, 2025
લિવ ઇન રિલેશનશિપનો એક રસપ્રદ કેસ: અદાલતે કહ્યું કે….

જામનગરમાં એક યુગલ વચ્ચે મૈત્રીકરાર પછી હવે ‘દુશ્મનાવટ’ શરૂ..!

June 16, 2025
જામનગરની શાંતિ મેટલ્સને ‘તાળું’ લગાવવા કાર્યવાહીઓ શરૂ…

જામનગરની શાંતિ મેટલ્સને ‘તાળું’ લગાવવા કાર્યવાહીઓ શરૂ…

June 16, 2025
જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં જે જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગઈ છે તેનો એકાદ-બે દિવસમાં વારો…

June 16, 2025
લિવ ઇન રિલેશનશિપનો એક રસપ્રદ કેસ: અદાલતે કહ્યું કે….

જામનગરમાં એક યુગલ વચ્ચે મૈત્રીકરાર પછી હવે ‘દુશ્મનાવટ’ શરૂ..!

June 16, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®