Mysamachar.in:પાટણ
રાજ્યમાં અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો એવામાં આજે વહેલી સવારે વધુ એક અકસ્માતની દર્દનાક ઘટના પાટણ જીલ્લામાં સામે આવી છે, પાટણના સાંતલપુર નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે.પાટણ જિલ્લાના સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ એક સ્વિફ્ટ કાર માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે રસ્તામાં જંગલી પશુ આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેને લઈ ગાડી પાણીના ખાડામાં પડતાં ડૂબી જવાથી 4 લોકોના મોત થયા છે. આ તરફ 7 લોકોમાંથી 4ના મોત તો અન્ય 3 લોકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.વિગતો એવી પણ સામે આવી રહી છે કે પરિવાર લગ્નપ્રસંગે ત્યારે નડેલ આ અકસ્માતમાં કારમાં સવાર 1 પુરુષ 1 મહિલા 2 યુવતીના મોત થયા છે અને મૃતકો એક જ પરિવારના હોવાનું સામે આવી રહ્યું છે, પોલીસ ઘટના સ્થળે પહોચી અને વધુ તપાસ હાથ ધરી રહી છે.