Mysamachar.in-જામનગર
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં બે ટર્મ ઉપપ્રમુખ, બે ટર્મ સેક્રેટરી રહ્યા બાદ સતત બીજી વખત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે બિપેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ થયા છે. વર્ષ 2021-2023ના પ્રમુખ તરીકે બિપેન્દ્રસિંહ જાડેજા સતત બીજી વખત ચૂંટાયા છે. ગઇકાલે બિપેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચેમ્બરના કેટલાક વિભાગોના સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા હતા.. બિપેન્દ્રસિંહ જાડેજા સતત બીજી ટર્મમાં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ તકે ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. મહત્વનું છે કે સરકારની વિવિધ કમિટીઓમાં સ્થાન ધરાવતા બિપેન્દ્રસિંહ જાડેજા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજીંગ કમિટી, ચેમ્બર ઓફ કોમર્સ સૌરાષ્ટ્ર કચ્છ ફેડરેશનમાં ઉપપ્રમુખ તરીકેનું સ્થાન પણ બિપેન્દ્રસિંહ જાડેજા ધરાવે છે.






