My Samachar.IN જામનગર
મેડિકલ ક્ષેત્રે હરણફાળ હરીફાઈ નીકળી પડી છે ત્યારે હરીફાઈ નો એક ધૃણાસ્પદ કિસ્સો જામનગર માં સામે આવેલ છે. દેશના ખ્યાતનામ ક્રિકેટર અને જામનગર નું ગૌરવ વિનુ માંકડના જામનગરના ક્રિકેટ બંગલા નજીક આવેલ પ્રતિમા ની નીચે IVF (ટેસ્ટ ટ્યૂબ બેબી) હોસ્પિટલ નિઃસંતાન દંપતી માટે સુવર્ણ તકની જાહેરાતના સ્ટીકરો લગાવી દેતા આશ્ચર્ય ફેલાઈ જવા પામ્યું હતું..
જામનગર માં બીજા શહેરો થી આવી માર્કેટિંગ કરતા ડૉક્ટરો જામનગર જ નહિ મેડિકલ ક્ષેત્રે ના છાજે તેવું કાર્યકરી પોતાની મનસ્વીતા દેખાડી છે. આ બાબત જામનગર ના જાગૃત નાગરિકન ધ્યાને આવતા તેણે આ સ્ટીકરો ઉખાડી નાખી, વિનુ માંકડ ની ગરિમા જાળવેલી આ ઘટનાથી શહેરીજનો તેમજ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
























































