Mysamachar.in-ગાંધીનગર:
રાજયમાં પોલીસદળમાં 12,000થી વધુ પદોની ભરતીઓ માટે ઉમેદવારોને વધુ એક તક સાંપડી છે. આમ તો આ માટેની અરજીઓ ગત્ એપ્રિલમાં મંગાવવામાં આવેલી પરંતુ જેઓ કોઈ કારણસર ત્યારે અરજી કરી શક્યા ન હતાં તેઓ હવે નવેસરથી અરજીઓ કરી શકશે.
લોકરક્ષક અને PSIની ભરતીઓ મુદ્દે IPS હસમુખ પટેલએ ગૃહવિભાગના નિર્ણયની એક્સ પર જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, જે ઉમેદવારો ગત્ એપ્રિલમાં આ માટેની અરજીઓ કરવાથી વંચિત રહી ગયા છે, તેઓ અરજી કરી શકે તે માટે ફરીથી પોર્ટલ ઓપન થશે. 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન આ પોર્ટલ અરજીઓ માટે ઓપન રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ભરતીઓ પોલીસવિભાગના 12,472 પદો માટે કરવામાં આવી રહી છે. આ પદોમાં PSI અને લોકરક્ષક ઉપરાંત જેલ સિપાહી માટેની જગ્યાઓનો સમાવેશ થાય છે.