mysamachar.in-દેવભૂમિદ્વારકા:
દિવાળી નો તહેવાર આવી રહ્યો છે ત્યારે સ્વાભાવિક જ સરકારી બાબુઓના લેનદેન ના વ્યવહારો વધશે,એવામાં હમણાં હમણાં તો હાલારમાં પણ જાણે લાંચિયા બાબુઓની મોસમ નીકળી હોય તેમ થોડાદિવસો પૂર્વે જ સિક્કા પીએસઆઈ મહેતા,અને બે જમાદાર ૫૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા તો બે દિવસ પૂર્વે કાલાવડ તાલુકાના ખરેડી ગામે આવેલ સેન્ટ્રલ બેંક નો મેનેજર રૂપિયા ૮૦૦૦ ની લાંચ લેતા ઝડપાયો,
એવામાં રાજકોટ એસીબી નિયામક એચ.પી.દોશી ના વડપણ હેઠળની ટીમ ને વધુ એક સફળતા મળી હોય તેમ એસીબી દ્વારકા દ્વારા ખંભાળિયા રેલ્વે મા ક્લાસ ૩ મા ફરજ બજાવતા સીનીયર સેક્શન એન્જીનીયર વિનોદગીરી શંભુગીરી ગોસ્વામી સામે એસીબી દ્વારા ડીમાન્ડ કેસ દાખલ કરવામાં આવ્યો છે,
જેમાં ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે ફરિયાદી એ પોતાની ટ્રક રાજકોટ રેલ્વે ડિવીજનમા કામ કરવા માટે અઢી વર્ષ પહેલા મુકેલ હતી જેના બીલની રકમ અંદાજીત બે લાખની નીકળતી હતી,તે બીલ પાસ કરાવવા માટે અને અન્ય રિકવરી નહિ કરવા માટે આક્ષેપિત સેક્શન એન્જીનીયર એ ૩૭૫૦૦ ની લાંચની માંગણી કરેલ જે બાદમાં ૩૦૦૦૦ નક્કી થયેલા,
નક્કી થયેલ રકમ ફરિયાદી આપવા માટે અસમર્થ હોય જેથી તેને એસીબીનો સંપર્ક કરતાં ગત તા ૧૭/૯/૨૦૧૮ ના રોજ છટકું ગોઠવવામાં આવેલ અને છટકા સંદર્ભે પુરાવાઓ અન્વયે તપાસમાં આરોપી દ્વારા લાંચની માંગણી ખુલવા પામતા એસીબી દ્વારા લાંચની ડીમાન્ડનો ગુન્હો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.