Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનમા મહત્વની જગ્યાઓ ખાલી છે, અને સતાવાળાઓ નિમણુંક અને ભરતીની પ્રક્રિયા કરતા ન હોઇ અબજો રૂપિયાના વિકાસ કામો લાંબા સમયથી કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓને ભરોસે હોઇ નગરજનોની સુવિધાના અને વહિવટી ગતીશીલતા એ બંને રીતે તે યોગ્ય નથી એવી ગંભીર બાબતે જામ્યુકો ટેકનીકલ યુનિયન દ્વારા લાંબા સમયથી સતાવાહકોનુ ધ્યાન દોરી ગંભીરતા રજુ કરી છે, તેમજ લાયક છે તેને અન્યાય થાય છે એ પણ જણાવેલુ છે છતાય પગલા ન લેવાયા હોઇ પ્રજાના નાણાના સદઉપયોગ થાય યોગ્ય રીતે નવા કામ થાય નગરજનો માટે કાયમી સુવિધા થાય માટે માંગણી મુજબ ભરતી બઢતી બદલી વગેરે કરાવવાની માંગ સાથેનુ જેએમસી ટેકનીકલ યુનિયનનુ આંદોલન બીજા તબક્કામા પહોંચ્યુ છે,
જેટીયુ સભ્યોને હોદેદારોના જણાવ્યા મુજબ 26/10/2020 થી 3/11/2020 સુધી ફરજમા વર્ક ટુ રૂલ કાર્યક્રમ શરૂ કરવામા આવ્યો છે, જેથી જેટીયુના બધા સભ્યો તેના સમયપત્રક નિયત એસ.એસ.આઇ., સી.આઈ., ઝોનલો ઓફીસર્સ, તમામ ટેકનીકલ સ્ટાફ, જેટીયુ યુનિયન સાથે જોડાયેલા ફાયર અને હેલ્થ સ્ટાફએ ઓથોરિટી દ્વારા નક્કી કરેલા દરેક સમય સમયપત્રક સાથે કાર્ય કરવાનુ રહેશે જોકે કોઈ પણ આવશ્યક સેવાઓને ખલેલ પહોંચાડીશું નહીં તેવી ખાત્રી જેટીયુ એ આપી છે
આ વર્ક ટુ રૂલ પહેલા ફરજ દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામા આવ્યો હતો પરંતુ સતાવાળાઓએ માંગને પુરી કરી નહી અને કોર્પોરેશનના મહત્વના વિકાસ કાર્યો કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ ઉપર હોઇ આ વર્ક ટુ રૂલના બીજા તબક્કામા આંદોલન પહોંચ્યુ છે જો કે જેટીયુ એ તમામ તબક્કાવારના આંદોલન કાર્યક્રમની અગાઉથી જાહેરાત કરી જ છે,
mysamachar ના વ્યુઅર્સને ફરીથી જણાવીએ કે શહેરના કોર્પોરેશન વિસ્તારમા દર વર્ષે 700 કરોડથી વધુ રકમના જુદા-જુદા વિકાસ કાર્યો લોકોની સુવિધાના કાર્યો થતા હોય છે, પરંતુ કરૂણતા એ છે કે મોટાભાગના આવા અગત્યના કામો કોન્ટ્રાક્ટ બેઝ ઇજનેરો અને લગત ટેકનીકલ સ્ટાફ દ્વારા થાય છે, ત્યારે જવાબદારીથી કામ કેમ થાય ? એ સવાલ છે બીજી તરફ કોર્પોરેશનમા અગત્યની મળી સવાસોથી વધુ જગ્યાઓ ખાલી છે, ત્યા કાયમી નિમણુંક કરવી પ્રમોશન આપવા અને સુચારૂ રીતે દરેક શાખામા કામ થઇ શકે તે માટે સેટઅપમુજબની ભરતીની તાકીદે જરૂર હોવા છતા તાજેતરમા માત્ર ત્રણ કાર્યપાલકના ચાર્જ આપી વહિવટી તંત્ર બેસી રહ્યુ હોય
આ બાબતે શાંતિથી આંદોલન કરતા જે એમ સી ટેકનીકલ યુનિયને ફરીથી કમિશનરને લેખિત રજુઆત કરી હતી અને આંદોલનનો આ તખતો વર્ક ટુ રૂલ સહિતનો કોર્પોરેશન અને જામનગરની જનતાના હિતમા ઘડ્યો છે, અને ફરીથી મહત્વના મુદાઓ સાથે લડત માટે યુનિયન સજ્જ જ છે, તેમ જણાવ્યુ હતુ છતા તંત્રએ મચક ન આપી હોઇ આ બાબતના ઘેરા પડઘા પડ્યા છે, અને હવે તો જામનગરની પ્રજાને પણ એ પ્રશ્ર્ન છે કે અબજો રૂપિયાના વિકાસ કાર્યો જોવા માટે જવાબદાર ટેકનીકલ સ્ટાફ સતાવાળાઓ શા માટે મુકતા નથી??






