જામનગરના નામાંકિત વકીલ કિરીટી જોશીની હત્યા ૨૮ એપ્રિલ ના રોજ તેમની ઓફીસ નીચે એટલે કે ટાઉનહોલ વિસ્તારમાં છરી જેવા તીક્ષ્ણ હથિયારો ના ઉપરાછાપરી ૨૧ જેટલા ઘા ઝીંકી અને નિપજાવવામાં આવી હતી..નામાંકિત વકીલની હત્યા સરાજાહેર થઇ જતા વકીલો અને બ્રહ્મસમાજમાં આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા…અને રાજ્યના મુખ્યમંત્રી સુધી આ કેસમાં આરોપીઓ ને ઝડપી પાડવા રજુઆતો પણ કરવામાં આવી હતી…
જે-તે સમયે પોલીસે મૃતક વકીલ કિરીટજોશીના ભાઈ ની ફરિયાદ પર થી ભૂમાફિયા જયેશ પટેલ અને અજાણ્યા ઇસમો વિરુદ્ધ ખુન સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી અને પોલીસ તપાસ હાથ ધરી રહી હતી..અને કેટલાય દિવસો બાદ આ કેસમાં એક કડી સમી સફળતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ને મળી હતી ને ક્રાઈમ બ્રાંચ એ આ કેસમાં સંડોવાયેલ બે શખ્સો ને મુંબઈ થી ઝડપી પાડ્યા હતા..અને જે તે સમયે કિરીટ જોશીને પતાવી દેવા ૫૦ લાખની સોપારી આપવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું..પરંતુ અપાયેલ ૫૦ લાખની અને ૩ કરોડની સોપારીના તાર એકેય રીતે મળે છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે..
દિવસે ને દિવસે ગૂંચવાઈ રહેલ આ કેસને ઉકેલવા ખુદ જામનગર એસપી સેજુળ પોતે એલસીબી ઓફિસમાં સતત દિવસ અને રાત બેસી અને આ હત્યાનો ભેદ ઉકેલાઈ જાય તે માટે કેસની કડીઓ ને જોડવા માટે અથાગ પ્રયાસ કરી અને જુદી જુદી ટીમોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડતા હતા…કિરીટ જોશી હત્યા કેસ જામનગર પોલીસ માટે એક મોટો પડકાર બની જવા પામ્યો હતો…એવામાં જામનગર પોલીસને વકીલ કિરીટજોશી હત્યા કેસમાં મહત્વની કડી હાથ લાગી છે..અને આ કેસમાં આરોપીઓને મદદગારી કરનાર રાજસ્થાન ના અજયપાલસિંહ ઉર્ફે બોબી પવાર ની પોલીસે ધરપકડ કરી છે…પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતાં સમગ્ર મામલા પરથી પરદો ઊંચકાઈ ગયો છે ખરેખર હત્યારાઓ કોણ છે અને કઈ રીતે આખીય મર્ડર મિસ્ટ્રી ને અંજામ આપ્યો તેના અંગે આજે જામનગર જીલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળ એ પત્રકાર પરિષદ સંબોધી અને સિલસિલા બંધ હકીકતો જાહેર કરી હતી
મૃતક વકીલ કિરીટજોશી ભૂમાફિયા જયેશ પટેલ મોટી આડખીલીરૂપ બની જતા જયેશ પટેલ અમદાવાદના વિકી યાદવ ખુનકેસના આરોપીઓ સાથે અમદાવાદની જેલમાં હતો તે દરમિયાન સંપર્ક માં આવ્યો હતો અને ત્યારથી જ તેને કિરીટ જોશીનું પુરુ કરી નાખવા માટે સોપારી આપવાનું મન બનાવી લીધું હતું..અને તેને અમદાવાદ જેલમા વિકી મર્ડર કેસના આરોપીઓને રૂપિયા ૩ કરોડમાં કિરીટજોશીની હત્યા નીપજાવવા માટે સોપારી આપી હતી..અને આખુંય કાવતરું અમદાવાદ જેલમાં જ ઘડાયું હોવાનું ખુલવા પામ્યું છે…ત્રણ કરોડની સોપારી અપાયા બાદ હત્યાને કઈ રીતે અંજામ આપવો,ક્યારે કયારે રેકી કરવી,હત્યા માટે શું સાધનસામગ્રી ની જરૂરિયાત રહેશે તે તમામ નું કાવતરું રાજસ્થાનના માઉન્ટઆબુમાં ઘડવામાં આવ્યું હતું,…સોપારી માટે આપવામાં આવેલ રકમમાંથી એક સ્કોડા કાર અને મોબાઈલ પણ ખરીદ કરવામાં આવ્યા હતા જે જામનગર પોલીસે કબજે કર્યા છે…વકીલ કિરીટ જોશી નું મર્ડર કરવા માટે આરોપી દિલીપ પુજારા ની ભૂમિકા મહત્વની રહી હતી અને આખુંય માર્ગદર્શન અન્ય આરોપીઓને તેને જ પુરુ પાડ્યું હતું..હત્યારાઓ ને હત્યા કરવા માટે જયેશ પટેલ દ્વારા કિરીટ જોશીના ફોટોગ્રાફ્સ અને વિડીયો સતત મોકલવામાં આવતા હતા..અને આરોપીઓ તેના પર થી હત્યા કરવાની દિશાઓ નક્કી કરતાં હતા…અને ૨૮ એપ્રિલ ના દિવસે રેકી મુજબ કિરીટજોશી મળી જતા હત્યાની આ ઘટનાને અંજામ આપી અને આરોપીઓ ફરાર થઇ ગયા હતા..હત્યા વખતે સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહેલ છરી વડે હત્યા નીપજાવનારા આરોપી હાર્દિક પુજારા અને બાઈક પર બેઠેલો શખ્સ જયંત ચારણ હોવાનું પણ ખુલી ચૂક્યું છે..અને પોલીસે હવે બાકીના આરોપીઓને શોધવા માટે ચકો ગતિમાન કર્યા છે..
આજે ઝડપાયેલ આરોપી નો રોલ હત્યાના કાવતરામાં હત્યારો ને મદદગારી કરવાનો..
પોલીસે અજયપાલસિંહ પવારની આરોપી તરીકે ધરપકડ કરી છે,તેનો કિરીટજોશી હત્યા કેસમાં રોલ પુજારા બંધુઓને તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવી,હત્યાને અંજામ આપ્યા બાદ આશરો આપવો વગેરે જેવો છે.આ સિવાય પણ તેને શું ભૂમિકા ભાવી છે તેની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.. પોલીસે તેની પણ ધરપકડ કરી તેના કબજામાં થી એક સ્કોડા કાર અને એક એક ફોન પણ કબજે કર્યા છે
આ રીતે પોલીસને પુરાવાઓ મળ્યા…
વકીલ કિરીટજોશી હત્યાકેસમા કડીઓ મેળવવા માટે પોલીસે મુખ્ય ષડયંત્રકાર જયેશ પટેલ અન્ય ગુન્હાઓમાં અત્યાર સુધી રાજ્યની જે જે જેલોમાં રહ્યો છે ત્યાના જેલના રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી ઉપરાંત જામનગર થી રાજકોટ ને જોડતા રસ્તાના અલગ અલગ લોકેશનો ના ૬૦ જેટલા ક્લીયર સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સ પોલીસ ને આ કેસને ઉકેલવામાં મહત્વના સાબિત થયા છે..
જયેશ પટેલને ઝડપી પાડવા રેડકોર્નર નોટીસની કાર્યવાહી ચાલુ
વકીલ કિરીટજોશી હત્યા પ્રકરણમાં મુખ્ય ષડયંત્રકાર તરીકે જયેશ પટેલ હોવાનું હાલ સુધી સામે આવી રહ્યું છે.અને પોલીસ પાસે તેના પુરાવાઓ પણ છે..પણ જયેશ પટેલ જે હાલ વિદેશમાં છે તેથી પોલીસ દ્વારા જયેશ ને ઝડપભેર ભારત લાવવા પોલીસ દ્વારા રેડકોર્નર નોટીસ ઇસ્યુ કરવા સહિતની કાર્યવાહી હાલમાં ચાલી રહી હોવાનું પણ પોલીસે જણાવ્યું